મહાભારત સિરિયલની દ્વૌપદી એટલે કે પૂજા શર્મા અમદાવાદની મહેમાન બની હતી. તે વખતે પૂજા શર્માએ મોકળા મને પોતાના સિરિયલ અંગેના અનુભવો જીજીએન સાથે વહેચ્યા હતા અને પોતાના પાત્ર વિશે પણ વાત કરી હતી.
મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા કેવી રીતે મળી ?
તે અંગે પૂજાએ જણાવ્યું કે, હું તો પહેલા એટ ફિલ્મ કરતી હતી મારું ક્યારેય એવું પ્લાનિંગ ન હતું કે હું સિરિયલમાં કામ કરીશ, જ્યારે મેં આ પાત્ર માટે છેલ્લા દિવસે ઓડિશન આપ્યું ત્યારે પણ મેં એવું નહોતું વિચાર્યું કે હું દ્રૌપદી બનીશ. જ્યારે મને ખબર પડી કે આ પાત્ર માટે મને પસંદ કરવામાં આવી છે ત્યારે હું ખુશ થઈ ગઈ. જોકે હવે મને સમજાય છે કે આ પાત્રની એક્ટિંગ કરવી એ કેટલી મોટી જવાબદારી છે. કારણ કે લોકોની લાગણીઓ તેની સાથે સંકળાયેલી છે.
મહાભારતનો એવો કયો સીન છે જે પૂજાના હદયની સૌથી નજીક છે ?
આ બાબત વિશે જણાવતા પૂજા કહે છે કે, મહાભારતમાં એવો સીન આવે છે જ્યારે દ્રૌપદીને અર્જુન કહે છે કે દ્રૌપદીએ તેના પાંચ ભાઈ સાથે પણ લગ્ન કરવા પડશે એ વખતે દ્વૌપદીને થતો પ્રશ્ન કે મારા સ્વાભિમાનનું શું ? એ સમયે દ્વ્રૌપદીએ અનુભવેલુ મનોમંથન. આ તમામ બાબતો મન ખૂબ જ સ્પર્શી ગઈ. પ્રશ્નના જવાબમાં વધુ ઉમેરતા તે જણાવે છેકે દ્વૌપદી પોતે ખૂબ જ મજબૂત પાત્ર છે અને તે પાત્રને આત્મસાત કરવા માટે મે મારી પાત્ર પસંદગી થયા બાદ ઘણી મહેનત કરી . જ્યારે મારું સિલેક્શન થયું ત્યાર બાદ રજત કપૂરે લીધેલા ટ્રેનિંગ સેશનમાં પણ અમારું ઇમ્પ્રૂવમેન્ટ થયું. એ ઉપરાતં અમારી ટીમે મને દ્વૌપદી વિશે ઘણું સાહિત્ય વાંચવા આપ્યુ હતું. આ બધી કવાયતને કારણે હું દ્રૌપદીના પાત્રની વિશેષ નજીક આવી.
દિલ્હીમાં જ ઉછરીને મોટી થયેલી પૂજાનો અભ્યાસ પણ દિલ્હીમાં જ થયો છે. પીળા અનાકલી ડ્રેસ તથા ગોલ્ડન મોજડી સાથે કપાળે નાની બિંદી લગાવીને આવેલી પૂજા શર્મા ખૂબ સોહામણી લાગતી હતી. પૂજાએ પોતાની કારર્કિર્દી વિશે જણાવ્યું કે તે પહેલા એક મોડલ હતી. ત્યાર બાદ તેણે ડીડી માટે કેટલાક શો પણ હોસ્ટ કર્યા હતા. ત્યાર બાદ તેની પસંદગી સ્ટાર પ્લસ માટે થઈ.કોઈ પણ પ્રકારના આયોજન કરવામાં ન માનતી અને નવરાશના સમયે પૂજા બુક્સ વાંચવાનું અને મૂવી જોવાનું પસંદ કરે છે.
પૂજાએ તેના જ્વેલરી પ્રેમ વિશે હસતા હસતા જણાવ્યું કે મને નથ પહેરવી ખૂબ જ ગમે છે પરંતુ દ્વૌપદીના કેરેક્ટરમાં મારે એટલા બધા ઘરેણાં પહરેવાં પડે છે કે મને હવે જ્વેલરીન શોખ નથી, વળી નથ પહેરીને ખાતા પીતા ખૂબ તકલીફ પડે છે એટલે હવે સાચું કહુંતો મારો નથ પહેરવાનો શોખ પૂરો થઈ ગયો છે.
MP/RP
Reader's Feedback: