એમ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતા નથી. પરંતુ જેઓ હજુ સક્રિય રાજકારણમાં આવ્યા નહોતા અને જે મુખ્યમંત્રીની રોજ વિરોધ કરીને ઠાઠડીઓ બાળતા હતા તેવા વિદ્યાર્થી નેતા એ જ રાજકીય નેતાની સાથે જોડાય અને તેમના ખાસ વિશ્વાસુ બની જાય તો ? જાહેર જીવનમાં આવી રાજકીય ઘટના ખૂબ ઓછી જોવા મળે છે. આ મુખ્યમંત્રી એટલે ચીમનભાઈ પટેલ અને જેઓ તેમનો વિરોધ કરીને નવનિર્માણ આંદોલન ચલાવ્યું તે વિદ્યાર્થી નેતા એટલે નરહરિ અમીન. ચીમનભાઈ પટેલની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. આખરે એવું તો શું બન્યું હતું કે તેમને એમની સાથે જ કામ કરવાનું ગમ્યું કે જેમને ભ્રષ્ટાચારી કહીને ગામ આખામાં વગોવવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ છે. ચીમનભાઈ પટેલ હયાત નથી પણ તેમની સાથેના નરહરિ અમીન રાજકારણમાં છે. કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડવાના છે. જીજીએન દ્વારા એ બાબતની ખણખોદ કરવામાં આવી કે એવા ક્યાં સંજોગોનું નિર્માણ થયું હતું કે અમીનને ચીમનભાઈની સાથે ફાવી ગયું. જીજીએન દ્વારા નરહરિ અમીનની મુલાકાત લેવામાં આવી અને તેમણે ભૂતકાળને વાગોળીને કદાજ પ્રથમવાર એ વાત બહાર મૂકી કે નવનિર્માણ આંદોલનમાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ વિદ્યાર્થી નેતાઓને ગેરમાર્ગે દોર્યા અને તેમના ખભે બંદૂક મૂકીને ચીમનભાઈનો શિકાર કરી નાંખ્યો હતો. પ્રસ્તુત છે નરહરિ અમીનની કહાની - તેમની જ જુબાની..........
ફૂડ બિલનો મુદ્દો
“1973-74માં અમદાવાદની નવગુજરાત કોલેજમાં કોમર્સવિભાગમાં અભ્યાસ દરમિયાન હું કોલેજનો જી.એસ.(જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાયો. ત્યારબાદ ગુજરાત યુનિ.માં પ્રથમવાર વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં 11 બેઠકો મળી હતી. જેમાં હું, મનીષી જાની, રાજકુમાર ગુપ્તા, શૈલેષ શાહ વગેરે ચૂંટાયા હતા. ચીમનભાઈ પટેલ તે વખતે કોંગ્રેસમાં હાઈકમાન્ડ ઇન્દિરા ગાંધીની સામે બળવો કરીને ધરાર મુખ્યમંત્રીપદે બિરાજ્યા હતા. પરિણામે કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા હતા.માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજી વગેરે. ચીમનભાઈને કોઈ પણ ભોગે હટાવવા માંગતા હતા. તે વખતે વિદ્યાર્થીઓનાં ફૂડ બિલમાં વધારો કરાતાં તેની સામે વિદ્યાર્થીઓએ વિરોધ કરીને નાનાપાયે આંદોલન શરૂ કર્યું હતું.
ગુજરાત યુનિ. અધ્યાપકમંડળમાં કોંગ્રેસની સાથે જોડાયેલા કે.એસ. શાસ્ત્રી, નરહરિ પરીખ. બી.એમ. પિરઝાદા અને કનુભાઈ શાહ વગેરેએ સેનેટમાં ચૂંટાઈ આવેલા અમે વિદ્યાર્થી નેતાઓને ફૂડ બિલના મામલે સરકાર સામે આંદોલન કરવા ઉશ્કેર્યા. અમને તે વખતે રાજકારણની આંટીઘૂંટીની ખબર પડતી નહોતી. અમે તો વિદ્યાર્થી નેતા એટલે વિદ્યાર્થીઓના પ્રશ્ને આંદોલન કરવું અમારો ધર્મ એમ માનીને અમે ફૂડ બિલ આંદોલનમાં જોડાયાં. અને જોતજોતામાં આખા ગુજરાતમાં આંદોલન ફેલાઈ ગયું હતું. તે વખતે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો અને ફૂડબિલના આંદોલનની સાથે સિંગતેલ એટલે કે મોંઘવારીનો મુદ્દો યેનકેન પ્રકારે જોડાઈ ગયો કે જોડી દેવામાં આવ્યો હતો. આખા ગુજરાતમાં ચીમનભાઈ સરકારની સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ ગોળીબારમાં મરનારાઓની સંખ્યા વધતી હતી. અમે પોતે ચીમનભાઈની ઠાઠડીઓ કાઢતાં અને જાહેરમાં તેમનાં પૂતળાં બાળતાં હતાં. લોકોનો ચીમનભાઈની સામે એટલો રોષ કે કોઈ મા-બાપ પોતાના બાળકનું નામ ચીમનભાઈ રાખવા માંગતા નહોતા. ચારેકોર તેમનાં નામ પર ધિક્કાર પેદા થયો હતો.”
“તમે આંદોલન કર્યું ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાની ફરજ પડી પણ તમને એવું ક્યારે લાગ્યું કે વિદ્યાર્થીનેતાઓનો ચીમનભાઈની સરકારને કાઢવા માટે હાથા તરીકે ઉપયોગ કરાયો ?”
નરહરિ અમીને યાદ કરીને કહ્યું કે આંદોલન શરૂ થયું ત્યારે સમગ્ર યુનિ.ના વિદ્યાર્થીઓ તેમાં જોડાયા. કોઈ રાજકીય પક્ષની સાથે નહોતા. પણ અધ્યાપકમંડળના આગેવાનોએ નવનિર્માણના વિદ્યાર્થી નેતાઓને ઉશ્કેર્યા અને તમામ પ્રકારના દબાણ હેઠળ જ્યાં સુધી ચીમનભાઈ પટેલ રાજીનામું ના આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાયું. ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું પણ વિધાનસભાનું વિસર્જન કર્યું નહોતું. પરિણામે તેમની જગ્યાએ કોંગ્રેસમાંથી કોઈ પણ મુખ્યમંત્રી બની જાય. રાજીનામું આપ્યું એટલે આંદોલનમાં જોડાયેલ અધ્યાપકમંડળે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા સિવાય એક તરફી આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી નાંખી. ખરેખર તો રાજીનામાની સાથે વિધાનસભાનું વિસર્જન કરવાની અને સમગ્ર સરકારને ઘેર બેસાડવાની પણ માંગણી હતી. અમારી સાથે દગો થયાનો અહેસાસ થયો અને અમે વિદ્યાર્થી નેતાઓએ અધ્યાપકમંડળની ઉપરવટ જઈને જ્યાં સુધા વિધાનસભાનું વિસર્જન ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું અને વિધાનસભા વિસર્જન કરોના સૂત્ર સાથે લડત ચાલી હતી. એ તો ત્યારબાદ પછીથી ચીમનભાઈ પટેલે જ અમને કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમના વિરોધીઓએ તેમની સાથેનો રાજકીય હિસાબ પૂરો કરવા માટે વિદ્યાર્થી નેતાઓને ફૂડબિલ અને ત્યારબાદ તેમાં મોંઘવારીનો મુદ્દો જોડીને પ્રજાને ઉશ્કેરવામાં આવી હતી. નવનિર્માણ આંદોલનમાં તે વખતે પોલીસ ગોળીબારમાં 100 કરતાં વધારે નિર્દોષ લોકો માર્યા ગયા હતા. વિધાનસભાના વિસર્જનને લઈને આંદોલન વધારે જોરમાં આવ્યું હતું. છેવટે તે મોરારજી દેસાઈ વિસર્જનની માંગ સાથે ઉપવાસ પર બેઠા અને તેમની માંગણીને માન આપીને વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
“જેમનો વિરોધ કર્યો તેમની સાથે કઈ રીતે જોડાયા, એવું તે શું બન્યું અને તમે તેમના ખાસ બન્યા.?”
તેમણે કહ્યું કે 1974નું ગુજરાતનું નવનિર્માણ આંદોલન મોંઘવારી સામેનું એવું આંદોલન બન્યું કે બિહારના સર્વોદયવાદી નેતા જ્યપ્રકાશ નારાયણે તેમાંથી પ્રેરણા લીધી. દરમિયાનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદતાં ગુજરાતના આંદોલનને જ્યપ્રકાશજી આખા દેશમાં લઈ ગયા હતા. અમારું આંદોલન પૂરું થયા બાદ 1975માં ફરીથી સેનેટમાં ચૂંટાયા હતા. કટોકટી બાદ 1976-77માં જનતા પાર્ટી બની. જેમાં મને અમદાવાદનો શહેરમંત્રી બનાવવામાં આવ્યો,.1977માં ગુજરાતમાં જનતા પાર્ટીની સરકાર બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાનીમાં બની. નવલભાઈ શાહ તેમાં શિક્ષણમંત્રી હતા. તેમણે સેનેટસભ્ય તરીકે મારી નિમણૂક કરી હતી. તે વખતે યુનિ. સિન્ડિકેટની ચૂંટણીમાં ચીમનભાઈ પટેલની એસ.વી. કોલેજના ચાર વોટ જોઈતા હતા.
મને ખબર હતી કે આ કોલેજ ચીમનભાઈ પટેલની છે અને વોટ માંગવા તેમની પાસે જ જવાનું છે. હું તો ગયો. મને બોલાવ્યો. બેસાડ્યો. કેમ આવવાનું થયું તે પૂછ્યું. વાતચીતમાં તેમણે ઘટસ્ફોટ કર્યો કે નવનિર્માણ આંદોલનમાં વિદ્યાર્થી નેતાઓને કોંગ્રેસના કેટલાક નેતોઓએ ગેરમાર્ગે દોરીને તેમની સાથેનો રાજકીય હિસાબ-કિતાબ સરભર કરવા માટે આખું આંદોલન તેમના વિરોધીઓના ઈશારે ચાલતું હતું. ચીમનભાઈ પટેલે ઈન્દિરા ગાંધીની ઉપરવટ જઈને ધારાસભ્યોને પોતાની તરફ કરીને ઘનશ્યામ ઓઝાની સરકારને ઊથલાવીને તેમની સામે પડ્યા હતા. માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજી ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ હતા. ચીમનભાઈને કોઈ પણ ભોગે એવો રાજકીય પાઠ ભણાવવાનો હતો કે હાઈકમાન્ડની સામે પડવાના શું પરિણામ આવે છે. તેથી તેમની સામેના આંદોલનને કોંગ્રેસના એક જૂથ દ્વારા હવા આપવામાં આવી હતી. આ તમામ ગુપ્ત રાજકીય કાવતરાંથી ચીમનભાઈએ મને વાકેફ કર્યા. પરંતુ મારા પ્રત્યે કોઈ વેરભાવ નહોતો. કેમ કે તેઓ પોતે જ સમગ્ર હકીકતથી પૂરેપૂરા માહિતગાર હતા. મને એમ પણ કહ્યું કે નરહરિ તેં મારી બહુ ઠાઠડીઓ બાળી છે તેમ છતાં તારી રાજકીય કારકિર્દી માટે મારી કોલેજના ચાર વોટ તને જ મળશે. તેમના પ્રયાસોથી હું સિન્ડિકેટમાં સૌથી વધુ મતોની સરસાઈથી ચૂંટાયો અને ચીમનભાઈના પ્રયાસ અને મદદથી યુનિ.ના રાજકારણમાં મારી શરૂઆત થઈ હતી. તે વખતે મને સમજાયું કે કોંગ્રેસના એક જૂથ દ્વારા વિદ્યાર્થી નેતાઓને હાથા બનાવી ગંદી ચાલ રમવામાં આવી હતી.
“ચીમનભાઈ પટેલની સાથે રાજકીય નાતો કઈ રીતે બંધાયો..?”
તેમણે કહ્યું કે કટોકટી બાદ જનતા પાર્ટી બની હતી. ગુજરાતમાં ઈન્દુભાઈ પટેલ પ્રમુખ હતા. તેમણે મને પ્રદેશ મહામંત્રીપદે મૂક્યા હતા.ચીમનભાઈ કોંગ્રેસમાં પાછા જઈ શકે તેમ નહોતા. તેથી તેમણે પોતાની રીતે આગવી શરૂઆત કરી અને 1977માં ચીમનભાઈ પટેલે કિમલોપ(કિસાન-મજદૂર લોક પક્ષ)નામના નવા પક્ષની રચના કરી હતી. દરમિયાનમાં પટેલ પરિબળના કારણે ઈન્દુભાઈ પટેલ, જયરામભાઈ પટેલ અને દલસુખ ગોધાણી વગેરેએ ચીમનભાઈને જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો અને તેમની સાથે ઘરોબો વધ્યો. ગોધાણી તે વખતે વિપક્ષના નેતા હતા પણ સરકાર સામે કઈ રીતે લડવું તેનું માર્ગદર્શન ચીમનભાઈનું રહેતું હતું. એક જ પક્ષમાં હોવાથી તેમની સાથે રાજકીય સંબંધો પણ વધ્યા. અને 1990માં ચીમનભાઈની સરકાર બની ત્યારે તેમને પ્રથમ રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી તરીકે તેમની સાથે વધારે નિક્ટતા આવી અને સરકારમાં તેઓ તેમના ખાસ વિશ્વાસુ તરીકે પ્રસ્થાપિત થયા હતા. 1994માં ચીમનભાઈનું નિધન થયું ત્યારે નરહરિ અમીનના ટેકેદારોએ મુખ્યમંત્રી તરીકે તેમનું નામ આગળ કર્યું. પરંતુ તેમની સિનિયોરિટી ઓછી પડી અને સરકારમાં સત્તાવાર નંબર-ટુ છબીલદાસ મહેતા મુખ્યમંત્રી અને અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા.
અને જ્યારે ખરેખર અર્થીને કાંધ આપવી પડી...
તેઓ કહે છે કે તેમના જીવનનો આ એક એવો પ્રસંગ કે ઘટના છે કે જે વ્યક્તિની આંદોલન દરમિયાન અનેક નકલી ઠાઠડીઓ કાઢીને બાળવામાં આવતી હતી એ જ નેતાના નિધન બાદ તેમને તેમની અર્થીને કાંધ આપવી પડી હતી. રાજકારણમાં આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. નોંધનીય છે કે 1994માં રાજ્યસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીને ભાજપની સામે કોઈ પણ ભોગે જીતાડવાના માનસિક દબાણમાં ચીમનભાઈ પટેલ હાર્ટ એટેકના ભોગ બન્યા હતા.
PG/DP
નરહરિ અમીન : જેનો વિરોધ એમની જ સરકારમાં મંત્રી
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: