Home» Interview» Economy» Interview with joseph messy

બજારના તંદુરસ્ત વિકાસનું લક્ષ્ય કેન્દ્રસ્થાને: જોસેફ મેસી

પરેશ પંડ્યા | September 18, 2012, 08:11 PM IST

વડોદરા :

ઈક્વિટી અને ઈક્વિટી એફએન્ડઓ સહિતના નવા સેગમેન્ટ્સમાં સભ્યપદની ઝુંબેશ માટે વિવિધ શહેરોમાં તાજેતરમાં રોડ-શોનું આયોજન કરનાર એમસીએક્સ સ્ટોક એક્સચેન્જે (એમસીએક્સ-એસએક્સ) ઈન્ક્લુઝન (સર્વ સમાવેશ) અને ખર્ચમાં ઘટાડાના બેવડા હેતુ સાથે સભ્યો માટે ખર્ચ સંબંધી વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. ભાવની અપનાવાયેલી આ સ્કીમ ભારતીય એક્સચેન્જ ઉદ્યોગમાં હાલની સ્કીમોમાં સૌથી વધુ યોગ્ય હોવા વિશે  એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ જોસેફ મેસીએ વિશદ ચર્ચા કરી હતી.

જોસેફ મેસી સાથેની વાતચીતના મુખ્ય અંશ

પ્રશ્ન :  સભ્યપદ ફીનાં માળખાં અને સભ્યપદ માટે ઓફર કરાયેલી વિવિધ શ્રેણીઓ વિષે વિગતવાર માહિતી આપશો?

ઉત્તર:  અમે ત્રણ શ્રેણીમાં સભ્યપદની ઓફર કરી છે, જેમાં કમ્પોઝિટ મેમ્બર, વ્યવસાયિક પાત્રતા ધરાવતા સભ્યો (પ્રોફેશનલી ક્વોલિફાઈડ મેમ્બર્સ) અને ગ્રામીણ સાહસિક સભ્યો (રૂરલ આંત્રપ્રિન્યોર મેમ્બર્સ)નો સમાવેશ થાય છે.

પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ કમ્પોઝિટ મેમ્બરશિપ હેઠળ અમે ઓછા ખર્ચે સભ્યપદની ફી અને ડિપોઝિટનાં માળખાંની ઓફર કરી છે. સભ્યપદ રૂ.25 લાખના નેટ ખર્ચે ઉપલબ્ધ છે. આ ઓફર 18 ઓક્ટોબર, 2012 સુધી વિધિવત ખુલ્લી રહેશે અને તે પછી એમસીએક્સ-એસએક્સના સભ્યપદનો કુલ ખર્ચ રૂ.50 લાખ આવશે.

અમે સભ્યપદની બે વિશેષ શ્રેણી વ્યવસાયિક પાત્રતા ધરાવતા સભ્યો અને ગ્રામીણ સાહસિક સભ્યોની ઓફર કરી છે. વ્યવસાયિક પાત્રતા ધરાવતા સભ્યોની શ્રેણી મૂડીબજારનો અનુભવ ધરાવતા વ્યવસાયીઓ જેવા કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પ્રાઈવેટ ઈક્વિટી, વેન્ચર કેપિટલ, બ્રોકિંગ અને ફાઈનાન્શિયલ ઈન્ટરમીડિયેશન ઉદ્યોગને લાગુ પડે છે. અન્ય પ્રોફેશનલ્સ જેવા કે એમબીએ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, વકીલો અને એન્જિનિયર્સ વગેરે પણ આ શ્રેણી માટે પાત્ર છે. આ શ્રેણીનો વિકલ્પ અપનાવનાર સભ્યને કમ્પોઝિટ મેમ્બરશિપ પર દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ગ્રામીણ સાહસિક સભ્યપદની શ્રેણી પ્રવર્તમાન 2,000 શહેરો સિવાયના જ્યાં મૂડીબજારનું ઊંડાણ નથી તેવા 5,924 ઉપજિલ્લા અને તાલુકાઓમાં રહેતી વ્યક્તિઓને માટે છે. આ શ્રેણીમાં સભ્યને કમ્પોઝિટ મેમ્બરશિપ પર 20 ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

પ્રશ્ન : સભ્યપદની આ બે વિશેષ શ્રેણી શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે?

ઉત્તર: સ્થાનિક બચતોની સુષુપ્ત શક્યતાઓને એકીકૃત કરવા અને તેને સંસ્થાકીય, એફઆઈઆઈ તથા સ્થાનિક રોકાણ સાથે બળવત્તર બનાવવા અમે ``ઈન્ડિયા મોડેલ'' લાવ્યાં છીએ. વિશ્વમાં ભારત સૌથી ઊંચા બચતદર ધરાવતો હોવા છતાં તે બચતો એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ તરફ ચેનલાઈઝ થઈ શકતી નથી. આથી, ઊંડા અને તરલતા ધરાવતા બજાર સાથે ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન હાંસલ કરવા બીજી અને ત્રીજી કક્ષાના શહેરોમાંથી વ્યવસાયીઓ અને સાહસિકોને આકર્ષવા સભ્યપદની આ બે વિશેષ શ્રેણી અમલી બનાવવાનો વિચાર કર્યો છે.

પ્રશ્ન : ઉદ્યોગમાં ન્યૂનતમ ન હોવા છતાં તમે તમારી સભ્યપદની ફી અને ડિપોઝિટનાં માળખાંને કઈ રીતે યોગ્ય ઠેરવી શકો?

ઉત્તર:  ભાવનું માળખું પૂરી કાળજી સાથે હેતુપૂર્વક અને બજાર માટે શ્રેષ્ઠ શું હશે તેના પર વિશદ વિચારણા બાદ લેવાયેલો નિર્ણય છે, જે નાના સભ્યોના સમાવેશ તરફ દોરી જવા છતાં સેબી નિયત તમામ ધોરણોનું અનુપાલન પણ થયું છે. અમે ભાવમાળખું નીચામાં નીચું નહીં પણ વાજબી અને ઓછું હોય તેવું ચાહતા હતા, કારણ કે અમે એવું માનીએ છીએ કે માત્ર સ્પર્ધાને ખતમ કરવાના આશય સાથે અસંગત કોસ્ટ કપાત કરવાથી બજારને લાભ નહીં થાય. સ્પર્ધાને ખતમ કરવા માટેનું પ્રાઈસિંગ ક્યારેય બજારનો તંદુરસ્ત વિકાસ કરી શકતું નથી.

આથી એમસીએક્સ-એસએક્સે સેબીનાં ધોરણોનું અનુપાલન કરતાં સભ્યોના મૂડીખર્ચમાં ઘટાડા પર પસંદગી ઉતારી છે. નિયમનકારી જરૂરિયાત અનુસાર લઘુતમ મૂડી (પાયાની લઘુતમ મૂડી) રૂ.10 લાખ અને નેટવર્થ (ભરપાઈ થયેલી મૂડી) રૂ.30 લાખ છે. એમસીએક્સ-એસએક્સ દ્વારા સૂચવાયેલું ભાવમાળખું સભ્યોની નોંધપાત્ર મૂડી છૂટ્ટી રાખશે, જે અન્યથા જરૂરિયાત ન હોવા છતાં એક્સચેન્જ પાસે ફાજલ પડી રહે છે.

પ્રશ્ન : ટ્રાન્ઝેક્શન ફીના માળખાની વિગતો અને મહત્વના ફરક વિષે જણાવશો?

ઉત્તર: નાના રોકાણકારોના પ્રવેશમાં અવરોધોને ઘટાડવા અમે ટ્રાન્ઝેક્શન ચાર્જિસના ખર્ચમાં પણ ઘટાડો અમલી બનાવી રહ્યાં છીએ. ભારતમાં કરોડો રોકાણકારો ટ્રાન્ઝેક્શન પાછળ જે ખર્ચ કરી રહ્યાં છે તે વિશ્ર્વના ઊંચામાં ઊંચા ખર્ચમાં એક છે અને તેમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો સરળતાથી કરી શકાય છે. એમસીએક્સ-એસએક્સે હાલની કોસ્ટમાં 50 ટકાનો ઘટાડો કરીને ટ્રાન્ઝેક્શન કોસ્ટનું સરળીકરણ કર્યું છે. એમસીએક્સ-એસએક્સ ખાતે પ્રથમ રૂ.1,000 કરોડ રૂપિયા સુધીનાં કામકાજમાં પ્રતિ લાખ પર ટ્રાન્ઝેક્શન ફી માત્ર રૂ.2 છે. રૂ.1,000 કરોડથી રૂ.5,000 કરોડ સુધીનાં કામકાજમાં આ ફી હજુ નીચી પ્રતિ લાખ પર રૂ.1.75 અને રૂ.5,000 કરોડથી વધુનાં કામકાજ પર પ્રતિ લાખનાં કામકાજે રૂ.1.50ની છે.

પ્રશ્ન : નાણાકીય સાક્ષરતા અને સભ્યો માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટના સરળીકરણના મોરચે આપની શી યોજનાઓ છે?

ઉત્તર: નાણાકીય સાક્ષરતા, તાલીમ અને ટેક્નોલોજીમાં નવીનતા નિશ્ચિતપણે સર્વ સમાવેશ (ઈન્ક્લુઝન)ના મહત્વના ચાલકબળો છે. અમારા ગ્રામીણ સાહસિક સભ્યો અને વ્યવસાયિક પાત્રતા ધરાવતા સભ્યો માટે માત્ર તેમની નોંધણી જ નહીં, તે સિવાય પણ ઘણું કરીશું. અમે તેમને આધાર આપવા સાથે ક્ષમતા નિર્માણના વિશેષ રીતે તૈયાર કરાયેલા તાલીમ કાર્યક્રમો મારફત સહાયતા પૂરી પાડીશું. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ)માંથી એમબીએ પ્રોગ્રામો માટે સ્પોન્સરશિપ, નિયમનકારી અનુપાલન અને રોકાણકાર રક્ષણ માટે માર્ગદર્શન તેમ જ કમ્પોઝિટ સભ્યપદમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપીશું. અમારા પ્રથમ 500 સભ્યોને 1,000 તાલીમ કાર્યક્રમોની ઓફર કરીશું અને તેનો 50 ટકા ખર્ચ એક્સચેન્જ ભોગવશે.

ટેક્નોલોજીના મોરચે અમારી યોજના ટોચના પાંચ મહાનગરો સિવાયનાં સ્થળના સભ્યોની કનેક્ટિવિટી માટે અમે પીઓપી (પોઈન્ટ ઓફ પ્રેઝન્સ)નું વ્યાપક માળખું વિકસાવી રહ્યાં છીએ, જેથી સભ્યો બે લીઝડ લાઈનની (એક એક્સચેન્જ માટે અને બીજી ડિઝાસ્ટર રિકવરી લાઈન માટે) અગાઉની પદ્ધતિને બદલે સ્થાનિક શહેર ખાતેના એક્સચેન્જના પીઓપી નેટવર્ક સાથે કનેક્ટ કરી શકે તે માટે પીઓપી સેન્ટરનું બહોળું નેટવર્ક અમે સ્થાપીશું. આ પહેલ, એક્સચેન્જ સાથે કનેક્શન કરવામાં લીઝડ લાઈનની સંખ્યામાં ઘટાડા અને લીઝડ લાઈનના સંચાલન પાછળના ખર્ચના સંદર્ભે બચતમાં પરિણમશે. તે નિષ્ક્રિયતાનો ગાળો ઘટાડશે. ચડિયાતી બેન્ડવીથ અને નેટવર્કના શ્રેષ્ઠ સંચાલનનો પણ લાભ થશે.

PP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.73 %
નાં. હારી જશે. 18.76 %
કહીં ન શકાય. 0.51 %