Home» Interview» Entertainment» Interview of aamir khan

રાજનીતિમાં કોઇ રસ નથી – આમિરખાન

IANS | June 09, 2012, 04:53 PM IST

નવી દિલ્હી :

તેઓ રાજકારણમાં જોડાવવા નથી માંગતા. અને સ્વીકાર કરે છે કે તેમની પાસે સમસ્યાનો કોઇ ઉકેલ નથી. આ શબ્દો છે અભિનેતા અને ફિલ્મનિર્માતા આમિર ખાનનાં. દેશનાં જનમાનસ પર આગામી છાપ ઉભી કરનાર શૉ 'સત્યમેવ જયતે' અંગે પ્રતિક્રિયા આપતા આમિર ખાને જણાવ્યુ કે તેમનો ઉદ્દેશ લોકોને આત્મનિરિક્ષણ તરફ પ્રેરવાનો છે.
 

 

6 ઠ્ઠી મેથી દરેક રવિવારે આમિર ખાન દર્શકો સાથે ટીવીનાં માધ્યમથી કન્યા ભ્રુણહત્યા, દહેજ, બાળકોનું શોષણ, તબિબિ વ્યવસાયમાં રહેલા ભ્રષ્ટાચાર અને ઓનર કિંલીંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. અને આમિર તેના આ પ્રયાસથી ઘણો જ ખુશ છે.
 

આઇએએનએસ સાથેનાં એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યુ કે "મને રાજકારણમાં કોઇ રસ નથી. જેથી હું રાજનીતિમાં જોડાવાનો પણ નથી. હું જ્યાં છું ત્યાંથી જ જે કાંઇ પણ થઇ શકે તે માટે પ્રયત્ન કરી રહ્યો છું. અને આ પ્રકારે હું વધારે યોગદાન આપી શકીશ. સાથે જ આમિરે સ્વીકાર કર્યો કે કોઇ એક વ્યક્તિનાં પ્રયત્નો કે એક ટીવી શૉ કોઇ બદલાવ લાવી ન શકે. પણ માહિતી અને જ્ઞાન તમને અલગ રીતે કાર્ય કરતા કરી શકે છે. અને જે 'સત્યમેવ જયતે' દ્વારા મારા પ્રયત્નો છે."

 

આમિરખાન સાથેની મુલાકાતનાં કેટલાક અંશ

 

પ્રશ્ન : સત્યમેવ જયતે શૉને તમામ ક્ષેત્રમાંથી શાનદાર પ્રતિભાવ મળ્યો છે. શું દર્શકોએ તમારી અપેક્ષા કરતા વધૂ પ્રેમ દર્શાવ્યો છે ?

 

આમિર :  દર્શકો દ્વારા મળેલો પ્રતિસાદ ખરેખર અદભૂત્ છે. કાશ્મીર થી લઇને કન્યાકુમારી સુધી તમામ નાના ગામડાઓ, નાના શહેરો અને મોટા શહેરોમાં લોકો સત્યમેવ જયતે નિહાળી રહ્યા છે. ગ્રામ્ય અને શહેરનાં લોકો જે રીતે સત્યમેવ જયતે સાથે ભાવનાત્મક રીતે જોડાઇ રહ્યા છે. તે ખરેખર શ્રેષ્ઠ બાબત છે. અને જે પ્રકારે  શૉ થી તેઓ પ્રભાવિત થઇ રહ્યા છે. તે આનંદની વાત છે.
 

પ્રશ્ન : તમે હાલમાં એક સમાજ સુધારકની ભૂમિકા ભજવી રહ્યા છે. તો શું સત્યમેવ જયતે બાદ શું રાજકારણમાં કોઇ મોટી ભૂમિકામાં જોવા મળી શકો ?
 

આમિર : મને રાજકારણમાં જરાય પણ રસ નથી. તેથી હું રાજનિતીમાં જોડાવાનો નથી. હું હાલમાં જ્યાં છું ત્યાંથી જે કાંઇ પણ સમાજ માટે કરી શકુ તે કરી રહ્યો છું. અને મને લાગે છે કે રાજકારણ કરતા હાલમાં હું જે પ્રકારે કાર્ય કરી રહ્યો છું, તેનાથી સામાજિક રીતે વધૂ યોગદાન આપી શકીશ. અને જેનાથી હું ખુશ છું.
 

પ્રશ્ન :  આપનાં શૉ પર જે સામાજીક પ્રશ્નો દર્શાવવામાં આવ્યા છે. શું તેનો ફોલો-અપ પણ દર્શાવવામાં આવશે ?
 

આમિર :  અમે માનીયે છે કે માહિતી અને જ્ઞાન તમારી કાર્યપધ્ધતીમાં બદલાવ લાવી શકે છે. જેનું વ્યાપક ઉદાહરણ તમને જણાવુ. જો તમે તારે જમીન પર ફિલ્મ પર જોઇ હોય તો તમને ખ્યાલ આવશે કે જ્યારે ફિલ્મ રજૂ ત્યારે દેશમાં મોટાભાગનાં લોકોને 'ડિસ્લેક્સીયા' અંગે જાણ ન હતી. પણ ત્યારબાદ જે અસર શરૂ થઇ તે આજ સુધી જોવા મળી રહી છે. અને એ જ અમે શૉ 'સત્યમેવ જયતે'નાં 13 એપિસોડ દ્નારા કરી રહ્યા છે.
 

અમે દર્શકો આત્મમંથન કરે તે માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે એ અપેક્ષા નથી રાખતા કે લોકો કન્યા ભ્રૂણ હત્યા સામેનાં આંદોલનમાં જોડાય, અને એ પણ નથી ઇચ્છતા કે લોકો તેમની આસપાસનાં દરેક ઘરનાં જઇને તપાસ કરે કે ત્યાં કન્યા ભ્રુણ હત્યા થઇ રહી છે કે કેમ. અમે માત્ર એટલુ જ ઇચ્છીએ છીએ કે તમે આ પ્રકારે કોઇ કૃત્ય ન કરો. અને જે આ કૃત્ય કરવાનું વિચારી રહ્યુ છે તેને સમજાવવુ જરૂરી છે આ ખોટુ છે. સત્યમેવ જયતે અમે આગળ વિચારી રહ્યા છે. પણ તેનો અર્થ એ નથી કે અમે પાસે સમસ્યાનો ઉકેલ છે. તેથી ફોલો-અપના જવાબ અંગે કહીશ કે ફોલો-અપ હું નથી જાણતો. અમે જ કાંઇ પણ કરી રહ્યા છીએ તે મુળભૂત જરૂરી પ્રાથમિકતા છે.
 

પ્રશ્ન : કેટલાક વ્યક્તિગત લોકો અને સામાજિક સંસ્થાઓ સામાજીક સુધારણા અંગે કાર્યરત છે. પણ તેમના તરફથી કોઇ મદદ હજુ સુધી નથી મળી. આ અંગે તમે શું કહેશો ?
 

આમિર : અમે કોઇ નવા મુદ્દાઓની શોધ નથી કરી રહ્યા. પણ વાસ્તવમાં જે મુદ્દાઓ જે જાણીતા છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારુ સંશોધન તજજ્ઞો અને છેલ્લા 20 થી 30 વર્ષથી સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકા દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પર હોય છે. અને તેમનુ કામ અમારા દ્વારા થઇ રહેલા કાર્યનો પાયો છે. અને હું મારી ગુડવિલનો ઉપયોગ કરી રહ્યો છું, જે મે બે-અઢી દાયકા દરમિયાન મેળવી છે. હું ટેલિવિઝનનાં માધ્યમનો ઉપયોગ કરી રહ્યો છું જેને સામૂહિક રીતે લોકો સુધી પહોંચી શકાય.
 

પ્રશ્ન :  આમિર તમે એક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો બાજુએ મૂકીને દેશનાં લોકો અને તેમની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરો છે. કેટલો સંતોષકારક અનુભવ છે ?
 

આમિર :  દેશનાં વિવિધ પ્રાંતમાં વિવિધ સંસ્કૃતિનાં લોકોને મળવુ એ ખરેખર શ્રેષ્ઠ અનુભવ છે. મારુ સૌભાગ્ય છે કે  અમે દેશ અંગે જાણવાનો અને સમજવાની સુંદર તક મળી છે. અને હું દેશનાં લોકોની વધૂ નજીક આવ્યો છું. જે મારા માટે એક બહુ મોટો અનુભવ છે.

 

(આમિરખાન સાથે રાધિકા બિરાની, IANSની ખાસ વાતચીત)

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots