Home» Business» General» Interim budget 2014 15 chidambaram may dole out some sops

યુપીએ-2નું અંતિમ બજેટ : જાણો, શું સસ્તું થયું અને શું મોંઘુ ?

એજન્સી | February 17, 2014, 10:01 AM IST

નવી દિલ્હી :

આજે નાણામંત્રી પી.ચિદમ્બરમ યુપીએ સરકાર લોકસભા ચૂંટણી પહેલા પોતાનું વચગાળાનું અંતિમ બજેટ  રજૂ રાબેતા મુજબ અગિયાર વાગ્યે રજૂ કર્યું. નાણામંત્રી પી.ચિદમ્બરમે લેખાનુદાન રજૂ કર્યુ તે પહેલા અને ત્યાર બાદ તેલંગાણા મુદ્દે હંગામો થવા પામ્યો હતો. જેને કારણે પી.ચિદમ્બરને લેખાનુદાન રજૂ કરતી વખતે અનેક વખત અટકવાની ફરજ પડી હતી. જ્યારે સ્પીકરે હંગામો મચાવી રહેલા સાંસદોને લેખાનુદાન પોતાની ચેમ્બરમાં આવીને રજૂઆત કરવા જણાવ્યું હતું.  બજેટની જાહેરાત કરતા પહેલા નાણા પ્રધાન દ્વારા પાછલા વર્ષનું લેખાનુદાન રજૂ કરવામાં આવ્યું. ઉપરાંત પી.ચિદમ્બરમે કહ્યું કે વિકાસમાં યુપીએ સરકારનો મુકાબલો કોઈ નહી કરી શકે.

 

બજેટનું લેખાનુદાન

 

>>દુનિયાભરમાં આર્થિક હાલત ખરાબ


>>ભારતે આર્થિક સંકટનો સામનો કર્યો


>>ખાદ્ય સામગ્રી મોંઘી તે સમસ્યા


>>બાકી દેશનો સરખામણીમાં ભારતની સ્થિતિ સારી


>>ચીને અને યુરોપની વિકાસ દર ઘટ્યો


>>ચાલુ વર્ષ નાણાકીય ખાધ 88 અરબથી ઘટીને 45 બિલિયન ડોલર રહ્યો


>>ચાલુ વર્ષે નાણાકીય ખાધ 4.8 ટકા રહેવા પામી 


>>કૃષિ ક્ષેત્રમાં જોરદાર સફળતા મળી. જેનો વિકાસ દર 4.6 ટકાએ પહોંચી


>>પાછળના બજેટની સરખામણીમાં આ બજેટમાં મોંઘવારી દર  5.02 ટકા રહી


>>નાણાકીય ખાધને ઓછી કરવામાં સફળતા. ચાલુ વર્ષે નાણાકીય ખાધ 4.6 ટકા રહ્યો


>>વિદેશી મુંદ્રા ભંડારમાં  15 અરબ ડોલરનો વધારો


>>6 લાખ 60 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી


>>296 પરિયોજનાઓને કેન્દ્રની મંજૂરી


>>નિર્માણ ક્ષેત્રમાં દસ લાખ નોકરીઓ દસ વર્ષમાં મળી


>>ચાલુ વર્ષે વિકાસ દર 4.9 ટકા રહ્યો હોવાનું અનુમાન

 

>>દેશમાં વિજળીનું ઉત્પાદન વધ્યું


>>3928 કિલોમીટર લાંબો  નેશનલ હાઈવે બન્યો , 39,144 કિ.મી લાંબા રોડ બન્યાં


>>3343 કિલોમીટર રેલ્વે ટ્રેકનું જોડાણ થયું

 

>>કોસલાના ઉત્પાદનમાં વધારો, કોલસાનું વાર્ષિક ઉત્પાદન 544 મીલિયન ટન થયુ છે


>>દરેક ક્ષેત્રમાં યુપીએ સરકારે વિકાસને મહત્વ આપ્યું 


>>યુપીએ સરકાર પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે


>>સરકારી યોજનાઓના કારણે મંદીમાં ઘટાડો થયો છે

 

>>વિકાસમાં યુપીએ સરકારનો કોઈ મુકાબલો નહી કરી શકે


>>283 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવામાં આવ્યુ છે


>>છેલ્લા 33 વર્ષમાં સૌથી વધુ વિકાસ યુપીએના શાસન કાળમાં થયો છે.


>>3,370 કરોડ એલપીજી સબસિડી માટે ફાળવવામાં આવ્યા


>>કૌશલ્ય વિકાસ માટે 1,000 કરોડની ફાળવણી કરાઈ


>>અનુસુચિત જાતી માટે રૂ. 200 કરોડ ફાળવવામાં આવ્યા


>>નિર્ભયા ફંડને વધુ રૂ. 1,000 કરોડની ફાળવણી


>>10,080 મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક દર


>>કોલસાનું વાર્ષિક ઉત્પાદન 544 મીલિયન ટન થયુ છે


>>ટેલિકોમ અને એવિયેશનની નીતિમાં ઉદારીકરણ કરવામા આવ્યુ છે


>>296 નવા પ્રોજેક્ટસેને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામા આવી છે


>>દેશમાં નવા 7 એરપોર્ટ બની રહ્યા છે

 

>>3 ઔદ્યોગિક કોરિડોર બનાવવામાં આવ્યા છે

 

>>નવા બેન્ક લાઈસન્સ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે

 

વિભાગ પ્રમાણે થયેલી ફાળવણી

 

>>સેનામાં એક રેન્ક એક પેન્શન માટેનો પ્રસ્તાવ મંજૂર, તેના માટે રૂ. 500 કરોડની ફાળવણી કરાઈ

 

>>7 નવા પરમાણુ પાવર રિએક્ટર બની રહ્યા છે

 

>>સંરક્ષણ બજેટમાં 10 ટકાનો વધારો કરીને 2 લાખ 24 હજાર કરોડની ફાળવણી કરાઈ

 

>>ફૂડ સબસિડી માટે 1.13 લાખ કરોડની ફાળવણી

 

>>સરકારી બેન્કો માટે 11 હજાર કરોડની ફાળવણી

 

>>કૃષિ માટે રૂ. 8 લાખ કરોડની લોન આપવાનો અંદાજ

 

>>25 લાખથી વધુ વિદ્યાર્થીઓને એજ્યુકેશ લોન અપાઈ

 

>>ભારતીય મહિલા બેન્કની 8000 શાખાઓ ખુલશે

 

>>આગામી વર્ષ માટેની યોજનાઓ માટે 5 લાખ 55 હજાર કરોડને મંજૂરી
 

>>મહિલા બાળ કલ્યા માટે 21 હજાર કરોડની ફાળવણી

 

>>3,370 કરોડ એલપીજી સબસિડી માટે ફાળવવામાં આવ્યા


>>કૌશલ્ય વિકાસ માટે 1,000 કરોડની ફાળવણી કરાઈ


>>અનુસુચિત જાતી માટે રૂ. 200 કરોડ ફાળવવામાં આવ્યા

 

>>નિર્ભયા ફંડને વધુ રૂ. 1,000 કરોડની ફાળવણી

 

>>રેલવે મંભાલયને 29 હજાર કરોડની ફાળવણી

 

>>ખેડૂતોને 7.35 લાખ કરોડની લોન આપવામાં આવી

 

>>પંચાયતી રાજ માટે 7 હજાર કરોડની ફાળવણી

 

>>ફ્યુઅલ સબસિડી માટે 65 હજાર કરોડની ફાળવણી


>>લઘુમતી મંત્રાલયને 3711 કરોડના ફંડની ફાળવણી


>>કોમ્યુનિટી રેડિયો માટે રૂ. 100 કરોડની ફાળવણી કરાઈ


>>57 કરોડ આધારકાર્ડની ફાળવણી કરાઈ


શું સસ્તું, શું મોંઘુ ?

 

ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર  કરાયા નથી. પરંતુ અપ્રત્યક્ષ કરોમાં ફેરફાર થતાં અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં ફેરફાર જોવા મળશે. 
 

>>એક્સાઈસ ડ્યૂટી 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી


>>દેશમાં બનેલા સાબુ, ટીવી, ફ્રીજ સસ્તા કરાયા

 

>>દેશમાં બનેલા મોબાઈલ સસ્તા કરવામાં આવશે

 

>>નાની કાર અને બાઈકની એકસાઈઝ ડ્યૂટી 12થી ઘટાડીને 8 ટકા કરવામાં આવી

 

>>એસયુવી કારની એક્સાઈઝ ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને 24 ટકા કરવામાં આવી

 

નાણા મંત્રી  પી.ચિદમ્બરમે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું અંતિમ બજેટ રજૂ કરતી વખતે આભાર વ્યક્ત કરતા કહ્યું કે મને વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીનો પૂરો સહયોગ મળ્યો છે. 

 

આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના મતે આ બજેટ ચૂંટણીલક્ષી રહેવા પામ્યું છે. ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. ઓધોગિક જગત ઈનક્મટેક્ષ સ્લેબમાં ફેરફાર થશે તેમ આશા સેવી રહ્યો હતો. પરંતુ તેમાં કોઈ ફેરફાર ન થતાં ઓધોગિક જગત નિરાશ થયો છે. જોકે એક્સાઈઝ ડ્યૂટીમાં થોડો ફેરફાર થતાં જનતાને અમુક ચીજ-વસ્તુઓના ઘટેલા ભાવ રાહત આપશે.

 

જોકે શરૂઆતથી જ  મનાઈ રહ્યુ હતું કે આ બજેટ ચૂંટણીલક્ષી રહી શકે. કોઈ મોટી જાહેરાત થાય તેની શક્યતાઓ નહીંવત જણાઈ રહી હતી. આ ઉપરાંત સરકાર પોતાની કામગીરી સફળ અને યુપીએ-2 દરમ્યાન મળેલી સફળતા લોકો સમક્ષ મુકી શકે.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %