Home» Sports» Tennis» Injury maria sharapova out of wta championships

શારાપોવા ઈજાના કારણે WTA ચેમ્પિયનશીપથી બહાર

એજન્સી | October 08, 2013, 02:20 PM IST

મોસ્કો :
રશિયાની ગ્લેમરસ સ્ટાર ટેનીસ ખેલાડી મારિયા શારાપોવા છેલ્લી WTA ચેમ્પિયનશિપ ટી.ઈ.બી, બીએનપી પારીબાસ ટુર્નામેન્ટમાં ભાગ નહિ લઇ શકે. શારાપોવાના જમણા ખભા પર ઈજા થઇ છે જેના કારણે તેમણે ઓગસ્ટ મહિનામાં અમેરિકા ઓપનથી નામ પાછું ખેંચી લીધુ હતું. ત્યારથી માંડી તેમણે અત્યાર સુધી કોઈ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. વર્ષની છેલ્લી WTA ચેમ્પીયનશીપ આ મહિનાના અંતિમ દિવસોમાં ઈસ્તંબુલ ખાતે થવાની છે.
 
શારાપોવાએ ચેમ્પીયનશીપમાં ભાગ ન લઇ શકવા પર ખેદ પ્રગટ કર્યો છે. અને ટુર્નામેન્ટમાં ભાગ લેવા અસમર્થ હોવાથી ઘણી નિરાશ પણ છે. તેમણે કહ્યું કે દર્શકો ઘણા ઉત્સાહથી ટુર્નામેન્ટ જોવા આવે છે ઉપરાંત તેઓ અમારું ખુબ સારું સ્વાગત પણ કરે છે. 
 
તેમણે વધુમાં જણાવ્યું કે ઈસ્તંબુલ એક ઉમદા યજમાન હોવાથી હું તેમનો આભાર વ્યક્ત કરું છુ. અને ભવિષ્યમાં આવતા વર્ષે તુર્કીમાં રમવાની ઈચ્છા વ્યકત કરું છુ. શારાપોવા સિવાય આ ટુર્નામેન્ટમાં અમેરિકા ની સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે.
 
kt

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %