ઉત્તરાયણે દરેક વ્યક્તિ પતંગની મજા લૂંટતો નજરે પડે છે. વહેલી સવારથી લોકો એકબીજાની પંતગ કાપવામાં અને ભેગા મળીને ઉત્તરાયણ પર્વની મજા લૂંટવામાં લીન થઈ જતા હોય છે. દિવસ દરમ્યાન આકાશ રંગબેરગી થઈ જાય છે.
દરેક વખતે એક સત્યનો સ્વીકાર કરવાનો પતંગ રસિકો ભુલી જાય છે. જગતમાં જીવંત માનવોની સાથે અબોલ પક્ષીઓનું જીવન પણ કિંમતી છે. ઉત્તરાયણે તમારી ચઢાવેલી પતંગનો દોરો કોઈ અબોલ પક્ષીનો જીવ લઈ શકે છે. જોકે આ બાબતે લોકોને માહિતગાર કરવા માટે અનેક જાહેરાતો અને પ્રચાર થાય છે. પરંતુ તેમ છતાં ઉત્તરાયણના દિવસે અનેક અબોલ પક્ષીઓ પોતાનો જીવ ખોઈ બેસે છે.
આ અબોલ પક્ષીઓના જીવ બચાવા માટે અનેક સેવાભાવી સંસ્થા કાર્યો કરે છે. સુરત શહેરમાં સુરતીલાલાઓની ઉત્તરાયણ અને તેમની ઉજવણની ચર્ચા ઠેર ઠેર થાય છે. સુરત શહેર પોતાની ઉત્તરાયણની ઉજવણી સાથે અબોલ પક્ષીઓના જીવનું પણ ધ્યાન રાખી શકાય તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર અને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરમાં ત્રણ દિવસ માટે શરૂ કરાયેલી હેલ્પલાઈન મારફતે અનેક ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગોપીપુરાની સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણના ત્રણ દિવસ ના રોજ પતંગ દોરીથી ઘાયલ પક્ષી અને માનવને સારવાર આપવા માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
આ અંગે ગુજરાત નર્સિગ એસોસીએશનના પ્રમુખ જણાવ્યું હતું કે, ખાસ કરીને કબૂતર, ચકલી, ઘુવડ અને કાગડાઓ ઉતરાયણના પર્વે કાતિલ દોરીથી ઘવાતા હોય છે. આ પક્ષીઓને તુરંત સારવાર મળી રહે અને મૃત્યુથી બચાવી શકાય તેના પ્રયાસરૂપે હેલ્પલાઈન છેલ્લા પાંચ વર્ષથી શરૂ કરાતી આવી છે. સોમવારે પ્રથમ દિવસે જ 14 જેટલા પક્ષીઓના કોલ મળ્યા હતાં. આ ઘવાયેલા પક્ષીઓમાં એક ઘુવડ હતુ અને બાકીના તમામ કબૂતરો હતાં.
CP/RP
Reader's Feedback: