Home» Sports» Tennis» Indian wells sania mirza cara black storm into womens doubles final

ઈન્ડિયન વેલ્સમાં ડબલ્સની ફાઈનલમાં સાનિયાનો પ્રવેશ

એજન્સી | March 15, 2014, 03:48 PM IST

વોશિંગ્ટન :
જુ થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા હતાં કે ભારતની ટેનિસ સ્ટાર સોનિયા મિર્ઝા પોતના પતિ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે અણબનાવ છે. તેના પરિણામે તે તલાક લઈ શકે છે. ઉપરાંત બંને ઘણા લાંબા સમયથી એકબીજાને મળ્યાં પણ નથી.
 
અંગત જીવનમાં અણબનાવ હોવા છતાં પણ સાનિયા મિર્ઝા ટેનિસ કોર્ટ સુંદર પ્રદર્શન કરીને ઈન્ડિયન વેલ્સમાં ફાઈનલ સુધી પહોંચવામાં સફળ થઈ છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા અને તેની ઝીમ્બાબ્વેની સાથીદાર કારા બ્લેકની જોડીએ ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની વુમન્સ ડબલ્સના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 
પાંચમાં ક્રમાક્રિત સાનિયા અને કારાની જોડીએ  લુસી રાડેકા તથા જી ઝેંગની આઠમા ક્રમની જોડીને એક કલાક 37 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 3-6, 10-7થી હરાવીને સેમીફાઈનલ મુકાબલો જીત્યો હતો. સાનિયા અને કારાને 71 પોઈન્ટ મળ્યાં હતી. સાનિયા અને કારાની જોડી આ સિઝનમાં પહેલીવાર કોઈ ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી છે.
 
ગત વર્ષે સાનિયા-કારાની જોડીએ સતત બે ખિતાબ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ પહેલાં આ બંનેની જોડી ચાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે, જેમાં બે વખત તેઓ પહેલાં રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા. જ્યારે વર્ષના પહેલાં ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન સહિત બે ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
 
ફાઈનલમાં તેમનો મુકાબલો સૂ વી સી - શુઆઈ પેંગ તથા સ્વેત્લાના કુઝ્નેત્સોવા - સામંતા સ્ટોસર વચ્ચે થનારી સેમીફાઈનલની વિજેતા જોડી સામે થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %