આર્થિક મંદી અને મોંઘવારી અસર હેઠળ પણ ઓનલાઈન બજાર ગરમ છે. વર્ષ 2013માં દેશમાં ઓનલાઈન બજાર 88 ટકાની વધીને 16 અરબ ડોલર સુધી પહોંચી ગયું છે.ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ)ના તાજા આવેલા રિપોર્ટમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો ઈન્ટરનેટના માધ્યમથી જ ખરીદારી કરી રહ્યાં છે.એસોચેમના મહાસચિવ ડી.એસ.રાવતે કહ્યું ઈલેક્ટ્રોનિકસ ગેજેટ્સ, આભૂષણ અને કપડાં, ઘર અને કિચન સામગ્રી, ઘડિયાળ, પુસ્તકો, સૌંદર્ય પ્રસાધન, પર્ફ્યુમ, બેબી ઉત્પાદન ગત વર્ષની સરખામણી આ વર્ષે વેચાણ ઈન્ટરનેટના માધ્યમથી વધ્યું છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2009માં ઈ-કોમર્સ બજાર 2.5 અરબ ડોલરનો હતો. જે વધીને 6.3 અરબ ડોલર થયો. અને વર્ષ 2013માં 16 અરબ ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે.વર્ષ 2023 સુધી ભારતમાં ઓનલાઈન ખરીદ વેચાણ બજાર 56 અરબ ડોલર સુધી પહોંચી જાય તેવું અનુમાન છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલૂરૂ, અમદાવાદ, અને કોલક્તામાં અંદાજે 3,500 વેપારીઓ દ્રારા મળેલી પ્રતિક્રિયા અનુસાર ઓનલાઈન શોપિંગનું ચલણ વર્ષ 2013થી વધ્યું છે.
ઈન્ટરનેટના માધ્યમથી ખરીદારી કરનારો વર્ગ મુંબઈમાં વધારે છે. ત્યાર બાદ દિલ્હી અને ત્રીજા નંબર પર કોલક્તા શહેર છે. ઓનલાઈન ખરીદારી કરનારા વર્ગમાં 35 ટકા વર્ગ 18થી 25 વર્ષ ઉંમરના યુવાનો છે. જ્યારે 26થી 35 વર્ષની ઉંમર ધરાવતા વર્ગમાંથી 55 ટકા લોકો ઓનલાઈન ખરીદી કરે છે. જ્યારે 36થી 45 વર્ષની ઉંમર ધરાવતાં વર્ગમાંથી 8 ટકા લોકો જ ઓનલાઈન ખરીદી કરે છે.
RP
Reader's Feedback: