Home» Youth» Gadgets» Htc one m8 htc desire 816 and htc desire 210 lauched in india

HTCએ ભારતમાં ત્રણ નવા મોડલ લોન્ચ કર્યાં

એજન્સી | April 21, 2014, 03:53 PM IST

નવી દિલ્હી :
જાણીતી મોબાઈલ કંપની HTC દ્વારા ભારતમાં ત્રણ નવા સ્માર્ટફોનની રજૂઆત કરવામાં આવી છે. આ ત્રણેય ફોન અલગ અલગ પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ છે. જમાં 49,900 કિંમત ધરાવતા HTC વન (M8), 23,990ની કિંમતનો એચટીસી ડિઝાયર 816 અને 8700 રૂપિયાના એચટીસી ડિઝાયરનો સમાવેશ થાય છે.
 
HTC વન (M8)માં ઘણા મજબૂત ફીચર્સ છે. આ ફોન બનાવવા માટે મોટાભાગે મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1080x1920 પિક્સલ રિઝોલ્યુશન તથા 441 પીપીઆઈ પિક્સલ ડેંસિટી સાથે 5 ઈંચની સુપર એલસીડી2 કેપેસિટિવ ફૂલ એચડી ડિસ્પ્લે પણ આમાં છે. 2.5 ગીગાહર્ટઝ ક્વોડ કોર સ્નેપડ્રેગન 801 પ્રોસેસર, એડ્રિનો 330 જીપીયૂ તથા 2 જીબી રેમ છે. આ ફોન ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ 4.4.2ની સાથે એચટીસીની સેંસ 6 યૂઆઈ પર ચાલે છે. HTC વન (M8)માં પાછળની તરફ ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. જેમાં 4 અલ્ટ્રાપિક્સલ કેમેરા સાથેનો એક ડેપ્થ સેંસિંગ કેમેરો પણ છે. જેના દ્વારા તમે તસવીર લીધા બાદ બીજીવાર ફોક્સ કરવા જેવા કામ કરી શકો છો. આગળની બાજુએ 5 મેગાપિક્સલનો કેમેરો પણ છે. આ સ્માર્ટફોનની બેટરી 2600mAhની છે. અન્ય ફોનની સરખામણીએ આ ફોનની બેટરી 40 ટકા ઝડપી ચાર્જ થતી હોવાનો દાવો કંપની દ્વારા કરાયો છે. ફોનમાં 16 અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે. 128 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
 
એચટીસી ડિઝાયર 816માં 720પી રિઝોલ્યુશનવાળી 5.5 ઈંચની ડિસ્પ્લે, 1.6 ગીગાહર્ટઝ સ્નેપડ્રેગન 400 ક્વોડ કોર પ્રોસેસર તથા 1.5 જીબી રેમ છે. પાછળની બાજુએ 13 મેગાપિક્સલ અને આગળ 5 મેગાપિક્સલનો કેમેરો છે. 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનમાં 32 જીબીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે. ડ્યૂઅલ સિમ અને 2600mAhની બેટરી ધરાવતાં આ ફોનમાં 3જી, વાઈફાઈ, એનએફસી તથા બ્લૂટૂથ જેવા વિકલ્પો છે.
 
એચટીસી ડિઝાયર 210માં 4 ઈંચની  WVGA ડિસ્પ્લે છે. જેમાં 1 ગીગાહર્ટઝ ડ્યૂઅલ કોર મીડિયા ટેક પ્રોસેસર તથા 512 એમબી રેમ છે. પાછળની બાડુએ 5 મેગાપિક્સલ તથા આગળ વીજીએ કેમેરો છે. આ ફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે. 4 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ છે. બેટરી ક્ષમતા 1300mAhની છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots