(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. દિલ્હી જ નહીં, એનસીઆરના વિસ્તારમાં પણ સવારે સાત કલાકેથી વરસાદ ચાલુ છે. ભારે વરસાદના પગલે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. જેની સીધી જ અસર ટ્રાફિક પર પડી રહી છે. એમજી રોડ, અરબિંદો માર્ગ પર ટ્રાફિકની પકડ ધીમી છે.
ભારે વરસાદને કારણે સવારથી સ્કૂલ, ઓફિસ જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વસસાદના લીધે કેટલીક જગ્યાએ ટ્રાફિક સિગન્લ પણ બંધ પડી ગયેલ છે. જો કે વરસાદના કારણે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ સુંદર થઈ ગયું છે. અને મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગે આજે ભારે વરસાદની સંભાવના જણાવી હતી. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.
PD
Reader's Feedback: