Home» Youth» Talent» Gujarat youth engaged in agriculture

ગુજરાતી યુવાનો નોકરી છોડી કરે છે ખેતી

જીજીએન ટીમ દ્વારા | August 06, 2013, 12:05 PM IST

અમદાવાદ : ભારતમાં ખેતી એક એવું સેક્ટર છે જેમાં નવા લોકો આવતા અચકાય છે પરંતુ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના બટાટા ઉત્પાદક ખેડૂતોને જોઈને લાગે છે કે સ્થિતિ હવે બદલાઈ રહી છે. અહીં યુવાનો ખેતીને વ્યાપાર, નોકરી કે અન્ય ઉદ્યોગો કરતાં વધુ મહત્વ આપે છે.

પાલનપુર પાસે ડીસામાં રહેતા ભાવેશે નિરમા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે પરંતુ કોઈ કંપનીમાં નોકરી કરવાને બદલે તેણે તેના પરિવારની 60 એકર જમીન પર ખેતી કરવાનું પસંદ કર્યુ છે. તે ઠંડીની મોસમમાં બટેટા ઉગાડે છે અને વર્ષના બાકીના સમયમાં બાજરી અને મગફળીની ખેતી કરે છે. ખેતી તેને નફાની સાથે ખુશી પણ આપે છે.

આ ઉપરાંત પાલનપુર તાલુકામાં જ રહેતા સુમિત જોશીને ખેતી કરવી ગાર્ડનિંગ કરવા જેવું લાગે છે. સુમિત એગ્રો પ્રોડક્ટસનો ડિલર હતો પણ 2011માં તેણે નક્કી કર્યુ કે તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ખેતી કરશે અને તે પોતાના આ નિર્ણયથી સંતુષ્ટ પણ છે.

જ્યારે ઈકબાલગઢના કાંતિભાઈ પટેલ પ્લાસ્ચિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે પણ તેમને પોતાની 25 એકર જમીનમાં બટેટા, કપાસ અને બાજરી ઉગાડવાનું પસંદ છે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %