નાગરિકો મત આપવા માટે ખૂબ ઉત્સાહી છે, પરંતુ આ ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતી બાબત એ છે કે ઘણા બઘા નાગરિકોના નામ મતદાન યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. મતદાનને આડે માત્ર એક જ દિવસ બાકી હોવાથી ચૂંટણી પંચ દ્વારા મતદાનને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
લોકો મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે. ગુજરાત બહાર રહેતા લોકો ખાસ મત આપવા માટે ગુજરાતમાં આવી ગયા છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ઘણા બધા નાગરિકોના નામ મતદાનયાદીમાંથી નીકળી ગયા છે.
મતદાન માટે અપાતી સ્લીપો ઘેર ઘેર વહેચાવા લાગી છે ત્યારે આ મુદ્દો સામે આવ્યો છે કે એક જ ઘરના સભ્યોમાંથી કેટલાકના નામ મતદાન માટે અપાયેલી સ્લીપમાં છે જ નહીં. અને જે નાગરિકનું નામ આ વર્ષે દાખલ થયું નથી તેનું નામ અગાઉના વર્ષની સ્લીપમાં જોવા મળે છે.
નાગરિકો રોષ સાથે એવી માંગ કરી રહ્યા છે કે મતદાન માટે આટલી જાગૃતિ દાખવવામાં આવે છે પરંતુ અમારા નામ જ નથી તો અમે મત કેવી રીતે આપીશું. એક એક વોટને મહત્વનું ગણતા તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. તો વળી ઘણી જગ્યાએ સ્ત્રીની જગ્યાએ પુરૂષના નામ છે અને ક્યાંક મૂળ નામ કરતા જુંદું જ નામ છપાયેલું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
DP
Reader's Feedback: