ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી છે. હાલ તેઓ પરિવર્તનયાત્રા લઈને ઠેર ઠેર ફરી અને જનતાને પરિવર્તન માટે હાકલ કરી રહ્યાં છે. પરિવર્તનયાત્રાના અંતિમ તબક્કામાં આજે તેઓએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી શરૂઆત કરી હતી. જીજીએન સાથેની એક ખાસ વાતચીતમાં તેમણે અનેક મુદ્દાઓ પર ખૂલીને વાત કરી હતી. પ્રસ્તુત છે કેશુભાઈ પટેલ સાથેની વાતચીતના મહત્વના અંશ...
પ્ર : પરિવર્તનયાત્રાને એક મહિનો પૂર્ણ થયો છે. આપની આ યાત્રા કેવી રહી?
જ : આજે યાત્રાને ૩૧ દિવસ પૂર્ણ થયા છે. પ્રથમ દિવસથી જ જે રીતે લોકો મારી સાથે જોડાયા અને યાત્રાને સમર્થન આપ્યું આજે પણ એ જ ગતિએ લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ જોતા એમ લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા પણ હવે પરિવર્તનના મૂડમાં છે.
પ્ર : આપના પક્ષને ચૂંટણીપંચની મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે તમારું ચૂંટણીચિહન કયું હશે?
જ : અમારા પક્ષનું ચિહન ચાર-પાંચ દિવસમાં અમે નક્કી કરીશું. આ માટે અમારી બેઠક મળશે અને એમાં બધાના વિચારો જાણીને સર્વમાન્ય ચૂંટણી ચિહન નક્કી કરવામાં આવશે.
પ્ર : રાજનીતિમાં કહેવાય છે કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે. આપના કોઈ આવા મિત્રો ખરા?
જ : ના. અમારે કોઈ મિત્ર નથી. અમે તમામ 182 બેઠકો પર ચૂંટણી લડીશું. એટલે અમારી સ્પર્ધા તમામ પક્ષો અને રાજકારણીઓ અને ઉમેદવારો સાથે હશે, અને અમે હવે લડી લેવાના મૂડમાં જ છીએ.
પ્ર : આ વિધાનસભા ચૂંટણીમાં તમારો મુખ્ય મુદ્દો કયો છે?
જ : અમારો મુદ્દો સાફ છે. અમે ભયમુક્ત ગુજરાત અને લોકોનું ગુજરાત બનાવવા ઈચ્છીએ છીએ. ગુજરાતમાં ગૃહમંત્રી જ જો તડીપાર હોય તો એ ગુજરાતમાં લોકો કેટલા ભયમાં જીવતાં હશે!
પ્ર : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના કૌભાંડનાં મુદ્દે પ્રચાર કરે છે પણ હવે ગડકરી જ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યાં છે. આ મુદ્દે આપનું શું માનવું છે?
જ : ગડકરી તો બહુ દૂરની વાત છે. પહેલાં ખુદ નરેન્દ્ર મોદી કેટલાંય કૌભાંડોમાં સામેલ છે. કેગના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીએ લાખો-કરોડો રૂ.નાં કૌભાંડ આચર્યાં છે. પોતે જ કૌભાંડોમાં સંડોવાયેલા હોય ત્યારે મોદી કોની સામે આંગળી ચીંધશે?
પ્ર : બાબા રામદેવ નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાત આવી રહ્યાં છે તો એનાથી કોઈ ફરક પડશે?
જ : બાબા યોગ કરાવી શકે, મત ના ફેરવી શકે. તેમના ગુજરાતમાં મોદીના પ્રચાર માટે આવવાથી કોઈ ફરક નહીં પડે. જનતા તો સારા, સ્વચ્છ ઉમેદવાર જોઇને જ મત આપશે, જેઓ તેમની તકલીફો સમજી શકે અને દૂર કરી શકે.
પ્ર : સ્વ. કાશીરામ રાણાનાં નિધનથી આપના પક્ષને કોઈ કમી અનુભવાય છે?
જ : સ્વ. કાશીરામભાઈની ખોટ તો હંમેશાં સાલશે. મારી સાથે જો સ્વ. કાશીરામભાઈ હોત તો પક્ષની મજબૂતી ઘણી વધી ગઈ હોત. મારો પક્ષ મજબૂત છે જ પરંતુ કાશીરામભાઈની હાજરી હોત તો વાત જ કંઈ અલગ હોત. જોકે અમે આ પક્ષને સત્તા સુધી પહોંચાડીને કાશીરામભાઈની ઈચ્છા પૂર્ણ કરીશું.
પ્ર : આપ કઈ બેઠકો પર આપની મજબૂત દાવેદારી ગણાવો છો?
જ : જ્યાંથી આ પક્ષની રચના થઇ છે એવા રાજકોટમાં તો અમે મજબૂત છીએ જ, સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હું ફર્યો છું અને લોકોએ મને ઘણું સમર્થન આપ્યું છે. આ સ્થળોએ પણ લોકોનો સાથ મળશે અને અમે પરિવર્તન લાવીશું.
MS / KP
182 બેઠકો પર ચૂંટણી લડીશું: કેશુભાઈ
વડોદરા :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: