Home» Politics» Gujarat Politics» Ggn interview with vajubhai vala

ભાજપની 150 સીટ પાકી: વજુભાઈ વાળા

સુરેશ પારેખ | October 24, 2012, 10:58 AM IST

રાજકોટ :

નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જાય તો એ ગુજરાત ભાજપમાં મુખ્યમંત્રીપદ માટે જો કોઈ મજબૂત દાવેદાર હોય તો તે રાજકોટના વજુભાઈ વાળા છે. મુખ્યમંત્રી ઘણી વખત જયારે વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે એક્ટિંગ સીએમનો ચાર્જ વજુભાઈ વાળાને સોંપતા ગયા છે. આજે મોદીની સૌથી વધુ નજીક વજુભાઈ છે. આજે રાજકોટ કાર્યાલયે ભાજપના નિરીક્ષકો તેમની સેન્સ લેવા આવ્યા ત્યારે વજુભાઈએ જીજીએન સાથે કરેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત કર્યા છે.

પ્ર : ભાજપના સંભવિત ઉમેદવારની સેન્સ લેવામાં આવી છે અને તમે પણ ઉમેદવાર તરીકે છો ત્યારે આ વખતે શું અનુભવો છો?

જ :
આ પાર્ટી કાર્યકર્તાઓની છે. અહીં ઉમેદવાર નહિ પણ પક્ષ અને કમળનું નિશાન મહાન છે, અને તે મુજબ જ પક્ષનું ઘડતર થયું છે એટલે આ પ્રક્રિયા બરાબર છે ,પણ અહીં અમે નહિ પાર્ટી મહાન છે.


પ્ર : તમે 5 વખત ચૂંટણી જીત્યા છો અને ફરી તૈયારી કરો છો પણ તમારી સીટ ઉપરથી પક્ષના મહામંત્રી  વિજય રૂપાણી દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે?

જ :
જેમ પહેલાં પણ કહ્યું તેમ આ પાર્ટી કોઈ એક નેતાની નથી. પક્ષનો નાનામાં નાનો કાર્યકર પણ ટિકિટ માંગી શકે છે. ટિકિટ જેને પણ મળે પક્ષ માટે કામ કરવાનું હોય છે અને અમે કરતાં રહ્યાં છીએ. ઉમેદવાર કોઈ પણ હોય જીત તો ભાજપની જ થવી જોઈએ.


પ્ર : આ વખતે શું લાગે છે?

જ :
જીત તો ભાજપની નક્કી જ છે અને તમે લખી રાખજો કે આ વખતે ભાજપને 150થી ઓછી સીટ નહિ મળે. બાકીની 32 સીટ જે પાર્ટીને જોઈએ એ લઇ જાય, ભલે પછી એ કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી હોય!


પ્ર : ગુજરાતના મુખ્યમંત્રીએ સંઘસુપ્રીમોને મળવા જવું પડ્યું એ બાબતે શું કહેવું છે?

જ :
નરેન્દ્ર મોદી પણ સંઘના કાર્યકર્તા છે અને એક સમયે તેઓ સંપૂર્ણપણે સંઘની સાથે હતા. સંઘને મળવા જવું પડ્યું એ વાતમાં બહુ સત્યતા નથી. આ તો ચૂંટણી છે એટલે પત્રકારોનું ધ્યાન વિશેષ ગયું બાકી મોદી આ પહેલાં પણ સંઘની મુલાકાતે ગયા જ છે.


પ્ર : મોદી એમ કહે છે કે મિટિંગ માત્ર ઔપચારિક હતી અને તેમ છતાં 3 કલાક ચાલી?

જ :
ગુજરાતના મુખ્યમંત્રી પણ સંઘના કાર્યકર્તા જ છે એટલે લાંબી વાત ચાલે તો એનો મતલબ એવો ન કાઢવો જોઈએ કે કોઈ ખાસ બાબત ચર્ચાઈ હશે.


પ્ર : કોંગ્રેસ અને કેશુભાઈ આ વખતે અનેક મુદ્દા જાહેર કરી રહ્યાં છે તો એની અસર મતદારો પર પડશે?

જ :
મેં પહેલાં પણ કહ્યું કે ભાજપને 150 સીટ મળશે અને બાકીની સીટ કોંગ્રેસ કે જે કોઈને જોઈએ તે લઇ જઈ શકે છે અને આ વાત ચોક્કસ છે.

SP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %