નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જાય તો એ ગુજરાત ભાજપમાં મુખ્યમંત્રીપદ માટે જો કોઈ મજબૂત દાવેદાર હોય તો તે રાજકોટના વજુભાઈ વાળા છે. મુખ્યમંત્રી ઘણી વખત જયારે વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે એક્ટિંગ સીએમનો ચાર્જ વજુભાઈ વાળાને સોંપતા ગયા છે. આજે મોદીની સૌથી વધુ નજીક વજુભાઈ છે. આજે રાજકોટ કાર્યાલયે ભાજપના નિરીક્ષકો તેમની સેન્સ લેવા આવ્યા ત્યારે વજુભાઈએ જીજીએન સાથે કરેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત કર્યા છે.
પ્ર : ભાજપના સંભવિત ઉમેદવારની સેન્સ લેવામાં આવી છે અને તમે પણ ઉમેદવાર તરીકે છો ત્યારે આ વખતે શું અનુભવો છો?
જ : આ પાર્ટી કાર્યકર્તાઓની છે. અહીં ઉમેદવાર નહિ પણ પક્ષ અને કમળનું નિશાન મહાન છે, અને તે મુજબ જ પક્ષનું ઘડતર થયું છે એટલે આ પ્રક્રિયા બરાબર છે ,પણ અહીં અમે નહિ પાર્ટી મહાન છે.
પ્ર : તમે 5 વખત ચૂંટણી જીત્યા છો અને ફરી તૈયારી કરો છો પણ તમારી સીટ ઉપરથી પક્ષના મહામંત્રી વિજય રૂપાણી દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે?
જ : જેમ પહેલાં પણ કહ્યું તેમ આ પાર્ટી કોઈ એક નેતાની નથી. પક્ષનો નાનામાં નાનો કાર્યકર પણ ટિકિટ માંગી શકે છે. ટિકિટ જેને પણ મળે પક્ષ માટે કામ કરવાનું હોય છે અને અમે કરતાં રહ્યાં છીએ. ઉમેદવાર કોઈ પણ હોય જીત તો ભાજપની જ થવી જોઈએ.
પ્ર : આ વખતે શું લાગે છે?
જ : જીત તો ભાજપની નક્કી જ છે અને તમે લખી રાખજો કે આ વખતે ભાજપને 150થી ઓછી સીટ નહિ મળે. બાકીની 32 સીટ જે પાર્ટીને જોઈએ એ લઇ જાય, ભલે પછી એ કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી હોય!
પ્ર : ગુજરાતના મુખ્યમંત્રીએ સંઘસુપ્રીમોને મળવા જવું પડ્યું એ બાબતે શું કહેવું છે?
જ : નરેન્દ્ર મોદી પણ સંઘના કાર્યકર્તા છે અને એક સમયે તેઓ સંપૂર્ણપણે સંઘની સાથે હતા. સંઘને મળવા જવું પડ્યું એ વાતમાં બહુ સત્યતા નથી. આ તો ચૂંટણી છે એટલે પત્રકારોનું ધ્યાન વિશેષ ગયું બાકી મોદી આ પહેલાં પણ સંઘની મુલાકાતે ગયા જ છે.
પ્ર : મોદી એમ કહે છે કે મિટિંગ માત્ર ઔપચારિક હતી અને તેમ છતાં 3 કલાક ચાલી?
જ : ગુજરાતના મુખ્યમંત્રી પણ સંઘના કાર્યકર્તા જ છે એટલે લાંબી વાત ચાલે તો એનો મતલબ એવો ન કાઢવો જોઈએ કે કોઈ ખાસ બાબત ચર્ચાઈ હશે.
પ્ર : કોંગ્રેસ અને કેશુભાઈ આ વખતે અનેક મુદ્દા જાહેર કરી રહ્યાં છે તો એની અસર મતદારો પર પડશે?
જ : મેં પહેલાં પણ કહ્યું કે ભાજપને 150 સીટ મળશે અને બાકીની સીટ કોંગ્રેસ કે જે કોઈને જોઈએ તે લઇ જઈ શકે છે અને આ વાત ચોક્કસ છે.
SP / KP
ભાજપની 150 સીટ પાકી: વજુભાઈ વાળા
રાજકોટ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: