નરેન્દ્ર મોદીને ડોક્ટર પણ કહેવા પડે. એક જુદા પ્રકારના ડોક્ટર. એક એવા ડોક્ટર જે દુખતી નસ દબાવવાનું બરાબર જાણે. જોકે નાડી વૈદ્ય નસ બરાબર પકડે નહીં તો નિદાન યોગ્ય રીતે થાય નહીં. મમતા બેનરજીના કેસમાં કદાચ એવું જ થયું લાગે છે.
વાત એમ છે કે એક સભામાં નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીનું પેઈન્ટિંગ, તેમણે દોરેલું ચિત્ર 1.8 કરોડ રૂપિયામાં વેચાયું તેનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે કોણ આ ચિત્રો ખરીદે છે અને આટલા મોંઘા ભાવે કેમ. મમતા બેનરજી સારા ચિત્રકાર પણ છે. તેઓ વર્ષોથી પેઈન્ટિંગ દોરે છે અને તેનું ઓક્શન કરીને તેમાંથી જે નાણાં મળે તેનાથી પોતાનો પક્ષ ચલાવે છે. નરેન્દ્ર મોદીએ દુખતી નસ દબાવી અને સવાલ કર્યો કે એક જમાનામાં, મમતાબહેન, તમારા પેઈન્ટિંગ 10થી 20 લાખ રૂપિયામાં વેચાતા હતા તેનો ભાવ અચાનક વધીને કેમ 1.80 કરોડ રૂપિયા થઈ ગયો. હવે મમતાબહેન રાતાચોળ થઈ ગયા તેની પાછળનું કારણ એ નથી કે નરેન્દ્ર મોદીએ આખી વાતને રાજકીય રંગ આપ્યો. બંગાળીઓ માટે કલ્ચર અને કલા ગુજરાતીઓના વેપારધંધા જેવા છે. ગુજરાતી માણસ માટે નફો નુસસાન ગણવો જેટલો સહેલો છે એટલો જ બંગાળીઓ માટે શબ્દો અને રંગો સાથે સંગત સહેલી છે.
મમતાબહેન લાલપીળા થઈ ગયા અને તેમના પક્ષના એક નેતાએ નરેન્દ્ર મોદીને કસાઈ કહી દીધા. તાતા નેનોનો પ્લાન્ટ પશ્ચિમબંગ (આ રાજ્યનું સત્તાવાર નામ હવે પશ્ચિમબંગ છે. ભાજપ બધાની દુખતી નસ દબાવતા ફરે છે, પણ ભાજપની દુખતી નસ એ છે કે અમદાવાદનું નામ તે કર્ણાવતી કરી શકી નથી. મમતાએ આખા રાજ્યનું નામ ફેરવી નાખ્યું. હવે અંગ્રેજીમાં પણ વેસ્ટ બેન્ગોલ નહીં લખવાનું, અંગ્રેજીમાં પણ પશ્ચિમબંગ લખવાનું. બોલવાનું પોશ્ચિમબોંગ.) હા, તો એ પોશ્ચિમબોંગમાંથી તાતા નેનો પ્લાન્ટ ગુજરાતમાં લઈ આવવામાં આવ્યો ત્યારથી મમતા બેનરજી ફુંગરાયેલા છે.
મમતાબહેનની દુખતી નસ દબાવીને ભાઈ નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક બહેનને નારાજ કર્યા છે. જયલલિતાને ખ્યાલ આવ્યો કે નરેન્દ્રભાઈને રાખડી બાંધવાથી તામિલનાડુમાં સત્તાના તાર તૂટી જશે એટલે તેમણે છેલ્લે છેલ્લે તામિલનાડુમાં પણ નરેન્દ્ર મોદી અને ગુજરાત મોડેલની ટીકાઓ કરી હતી. સાચી વાત એ છે કે તામિલનાડુમાં ભાજપે ચૂપચાપ પાંચ પક્ષો સાથે જોડાણ કરી લીધું. નરેન્દ્ર મોદી સાઉથ ઈન્ડિયન લુંગી (એને વેષ્ટી કહેવાય કે?) પહેરીને રજનીકાંતને પણ મળી આવ્યા. વિજયકાંત સાથે તો ભાજપનું જોડાણ પણ થયું છે. આ બંને કાંતભાઈઓ પોતાના રાજ્યના સ્ટાર છે. અસલી સ્ટાર આ લોકો છે. જયલલિતાને લાગ્યું કે ભાઈ મારી સાસરીમાં આવીને મારા સાસરિયાઓમાં જ વધારે લોકપ્રિય બની ગયા, તેથી તે બહેન પણ બગડ્યા હતા.
ત્રીજા બહેન માયાવતી તો ઓલરેડી બગડેલા જ છે. તેમણે પણ વચ્ચે એક દિવસ ખાસ આવીને નરેન્દ્ર મોદી વિરુદ્ધનું નિવેદન વાંચીને પ્રેસને સંભળાવ્યું હતું. આ તીન દેવીયાં આગામી 16 મે પછી અગત્યની ભૂમિકા ભજવવાની છે. બહેન માયાવતી સાથે ભાઈ નરેન્દ્રને ભળે તેવું નથી, કેમ કે બહેન માયાવતી માથાના ફરેલા છે અને એક હથ્થુ રીતે કામ કરવામાં આને છે. ભાઈની દખલગીરી તેમને ફાવે નહીં. જયલલિતા અને નરેન્દ્ર મોદી પ્રેક્ટિકલ છે. આ ભાઈ બહેન વ્યવહારુ બનીને સાથે કામ કરી શકે તેમ છે. મમતા બેનરજી પણ માથાફરેલા ખરા, પણ દિલના આમ ભોળા, ચિત્રકાર અને કલાકાર પણ ખરાને, એથી તેમને થોડા મનામણાં કરવામાં આવે તો માની પણ જાય.
પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીએ દુખતી નસ દબાવી છે. એક તો શારદા ચીટ ફંડ સ્કેમની યાદ અપાવી છે. આ ચીટ ફંડ સ્કેમ મમતા બેનરજીને ભારે પરેશાન કરી રહ્યું છે. તેમના જ પક્ષના નેતાઓ સાથે આખી વાત જોડાતી હોવાથી જવાબ આપવામાં તકલીફ પડે છે. આમ છતાં મમતા બેનરજીને આશા છે કે તેઓ પશ્ચિમબંગમાં આ વખતે સારો દેખાવ કરશે. ગુજરાતમાં ભાજપના પ્રધાનો બાબુ બોખિરિયા અને પુરુષોતમ સોલંકી અને દિલીપ સંઘાણી જેવા સિનિયર નેતાઓ કૌભાંડો કરે તેના કારણે પ્રજા નરેન્દ્ર મોદી પર નારાજ થતી નથી. આ પ્રધાનોને નરેન્દ્ર મોદીની મજબૂરી ગણીને ચલાવી લેવામાં આવે છે. મમતા બેનરજીને પણ આશા છે કે આવા એક બે કૌભાંડોથી પશ્ચિમબંગીઓ તેમની પર નારાજ નહીં થાય., કેમ કે તેમણે ડાબેરીઓના ત્રણ દાયકાના કિલ્લાને ધ્વસ્ત કર્યો છે. ડાબેરી સરકારમાં માત્ર ને માત્ર ટેકેદારોને અને કેડરને જ ફાયદો થતો હતો. ડાબેરી સાથે ના હોય તેવો સમાજનો એક વિશાળ વર્ગ પાછળ પડી ગયો હતો. મમતા બેનરજીએ એ સમાજને પણ જીવાડી દીધો છે. ગુજરાતમાં પણ ભાજપ સાથે ના હોય તેમની હાલત ખરાબ થવા લાગી છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, ભાજપના શરણે ના જાવ તો તમારું ધનોતપનોત વહેલા મોડું નીકળી જવાનું છે, પણ હજી તે સમય આવ્યો નથી. પશ્ચિમબંગમાં તે સ્થિતિ આવી ગઈ હતી, પણ મમતા બેનરજીએ સ્થિતિમાં પરિવર્તન આણ્યું અને ગરીબો અને નબળા વર્ગને પણ રાહત થઈ કે સન્માન સાથે જીવી શકાશે. બેનરજી આ વર્ગની આશા બની રહ્યા છે એટલે આ વખતે કદાચ સૌથી મોટી રિજનલ પાર્ટી તેમની હશે.
જયલલિતા પણ 20થી 22 બેઠકો સુધી પહોંચે અને માયાવતી યુપીમાં બીજા નંબરની પાર્ટી બને તેવી શક્યતાઓ ઘણા જોઈ રહ્યા છે. આ સંજોગોમાં આ તીન દેવીયાં 70થી 80 બેઠકો લઈને બેઠી હશે. કોઈને સ્પષ્ટ બહુમતી ના મળે તે સંજોગોમાં આ તીન દેવીયાંની ભૂમિકા સૌથી અગત્યની બની જવાની છે. બે બહેનો અત્યાર સુધીમાં બગડી હતી, પણ મમતા બેનરજી વિશે નરેન્દ્ર મોદીએ ખાસ કોઈ ટીકા કરી નહોતી. ઉલટાનું તેમણે યુપીમાં મમતાને વખાણ કર્યા હતા. તેમણે કહેલું કે યુપીમાં અખિલેશ પોતાના જ રાજ્યનું ધ્યાન રાખતા નથી, જ્યારે મમતા બેનરજી પોતાના રાજ્યનું ધ્યાન રાખે છે. હવે મમતા બેનરજીની પણ ટીકા નરેન્દ્ર મોદીએ કરી એટલે બંગાળી વાઘણ બરાબર બગડી છે.
બહેનો બગડી છે, ભાઈઓ સંભાળજો. નારાજ બહેનોના હવે મનામણાં કરવા પડશે. બહેન નારાજ હોય ત્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ કદીય પાર પાડી શકે નહીં. પરિવારનો પ્રસંગ બહેનોની હાજરીથી જ શોભે.
DP
બહેનો બગડી છે, ભાઈઓ સંભાળજો, ગુસ્સાથી મમતાનો રંગ બદલાયો
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: