ભાજપમાં મુખવટા શબ્દ બહુ પ્રિય છે. ભાજપ અને સંઘ પરિવારને મુખવટા બહુ ગમે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે પ્રચાર માટે ભાજપે ખરેખર મુખવટા બનાવ્યા પણ હતા. ચીનમાં નરેન્દ્ર મોદીના માસ્કનું ઉત્પાદન કરીને લાવવામાં આવ્યા હતા અને ચાહકોમાં વહેંચવામાં આવ્યા હતા. કાર્યકરો મોદીના માસ્ક પહેરીને આત્મિયતા અનુભવી શકે. જોકે ચહેરા પર માસ્ક પહેર્યો હોય, પણ નીચે જાતજાતના શરીરો હોય અને ભાતભાતના વસ્ત્રો હોય. તેના કારણે, યુ સી, ફન્ની ફોટું આવતા હતા. ફોટું બરાબર આવવું જોઈએ. બીજું બધું ઠીક છે, પણ ફોટું બરાબર આવવું જોઈએ. પણ માસ્કના કારણે ફોટું બરાબર આવે નહીં.
મુખવટા શબ્દ અટલ બિહારી વાજપેયી માટે વાપરવામાં આવ્યો ત્યારે સૌથી વધારે ચગ્યો હતો. અમેરિકન ડિપ્લોમેટ્સ સાથેની ખાનગી મુલાકાતમાં ગોવિંદાચાર્યે કહેલું કે અસલી નેતા તો અડવાણી છે અને અન્યો છે, વાજપેયી તો ભાજપનો મુખવટો છે. બિચારા મનમોહન સિંહને તમે લોકો ખોટા વગોવો છો કે અસલી સત્તા તેના હાથમાં નહોતી અને રિમોટ કન્ટ્રોલ થતો હતો. વાજપેયીને તો ભાજપના લોકો મુખવટો જ સમજતા હતા, વડા પ્રધાન સમજતા નહોતા. વાજપેયીની સરકારમાં તો અડવાણી પોતે જ બેઠા હતા એટલે રિમોટ કન્ટ્રોલની પણ જરૂર નહોતી. સીધો જ કન્ટ્રોલ.
આજે ભાજપનો સીધો જ કન્ટ્રોલ નરેન્દ્ર મોદીના હાથમાં છે ત્યારે મુખવટા શબ્દ વાપરવાની જરૂર નથી. ભાજપનો ચહેરો જ ભાજપને કન્ટ્રોલ કરી રહ્યો છે. આમ છતાં મુખવટો શબ્દ આવશે, કેમ કે એક તરફ નરેન્દ્ર મોદી પોતે અમુક પ્રચારની ઈમેજ પહેરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે તેમના સાથીઓ તેમના ચહેરા પર અન્ય પ્રકારનો મુખવટો મૂકવા માટે કોશિશ કરી રહ્યા છે. તેના કારણે મતદારો કન્ફ્યૂઝ થઈ ગયા છે - અસલી નરેન્દ્ર મોદી કોણ છે?
અસલી નરેન્દ્ર મોદી હિન્દુ હૃદયસમ્રાટ છે કે અસલી નરેન્દ્ર મોદી સેક્યુલર છે? નરેન્દ્ર મોદી સેક્યુલર બનવા માટે કોશિશ કરી રહ્યા છે ત્યારે સાથીઓ અસલી ઈમેજ યાદ કરાવવા કોશિશ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જે પણ મુસ્લિમ નેતા સામે રસ્તામાં મળી જાય તેને મનામણા કરવા કોશિશ કરી રહ્યા છે ત્યારે પ્રવીણ તોગડીયા જે મુસ્લિમ હિન્દુ વિસ્તારમાં મકાન ખરીદે તેને કાઢી મૂકવા કોશિશ કરી રહ્યા છે. ભાવનગરમાં જોકે જે વિસ્તારમાં સમસ્યાનો ઉલ્લેખ થયો છે તે વિસ્તારમાં ઓલરેડી આઠથી દસ દાઉદી વહોરાના મકાનો છે. દાઉદી વહોરાઓ વેપારી કોમ છે અને સોજ્જા લોકો છે. ભાજપ આ પ્રકારના મુસ્લિમોને, જેને ઘણી વાર ભાજપ રાષ્ટ્રવાદી મુસ્લિમો પણ કહેતા હોય છે તેમને આકર્ષવા માટે કોશિશ કરી રહ્યો છે ત્યારે વિહિપ પોતાના અસલી એજન્ડાને વળગી રહ્યો છે.
બહારના લોકોને હિન્દુ વસતીમાં મુસલમાન મકાન ખરીદે તે વાતમાં વિવાદ થાય તેની નવાઈ લાગે, પણ ગુજરાતમાં તેની નવાઈ કોઈને લાગે નહીં. અરે મુસલમાનની ક્યાં વાત કરો છો, ગુજરાતમાં ક્ષત્રીય કોઈ એક સોસાયટીમાં મકાન લઈ લે તો તે સોસાયટીના ભાવ ગગડી જાય છે. ક્ષત્રીય શું નવા જમાનામાં સમૃદ્ધ થયેલા કોઈ દલિત પણ સોસાયટીમાં મકાન લઈ લે તો તેના ભાવ ગગડી જાય છે. ગુજરાતમાં (આમ તો લગભગ આખા દેશમાં) ગામોમાં જ્ઞાતિના વાડા પ્રમાણે નિવાસસ્થાન હોય છે. અમુક વિસ્તારમાં અમુક જ્ઞાતિ વધારે હોય, અમુક શેરીમાં અમુક જ કોમ વસે. ધીમે ધીમે શહેરોની વસતિ વધવા લાગી ત્યાર પછી આવો ભેદભાવ રાખવો શક્ય રહ્યો નથી, પણ છતાંય કોશિશ થાય છે કે અમુક જ પ્રકારના લોકો અમુક જ પ્રકારના વિસ્તારમાં વસે. હવે મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે મુસ્લિમો, ક્ષત્રીયો અને દલિતોએ ઘર ખરીદવું હોય. સારા વિસ્તાર અને સારી સોસાયટીમાં તેમને ઝટ દઈને મકાન મળતું નથી. હવે મુસ્લિમો, ક્ષત્રીયો અને દલિતો કંઈ આ પૃથ્વી છોડીને ચાંદ પર વસવાટ કરવા જવાના નથી... તેમણે પણ શહેરમાં જ રહેવાનું છે અને પોતાના વ્યવસાય, ધંધામાં નજીક પડે તેવા વિસ્તારમાં રહેવાનું છે. તેમને રહેવાની જગ્યા મળે નહીં ત્યારે જાય ક્યાં...
મુસલમાનો એક મકાન ઊંચી કિંમતે ખરીદે અને પછી બાકીના મકાનો અડધી કિંમતે પડાવી લે વાત અડધી ખોટી છે. અડધી સાચી વાત એ છે કે એક વાર મુસલમાનના એક કે બે ઘર થાય ત્યાં જ બાકીના લોકો બીજે જતા રહેવાનું વિચારવા લાગે છે અને સામે ચાલીને જલદી જલદી મકાનો વેચવા કાઢે છે. જલદી મકાન વહેંચવું હોય ત્યારે ઓછી કિંમતે વેચવું પડે.
આ સમસ્યાને કોમવાદી સમસ્યા ગણવાને બદલે સામાજિક અને શહેરીકરણની સમસ્યા ગણવી જોઈએ. ભાજપના રાજમાં ગુજરાતમાં આમ આદમીને રહેવા માટે મકાન મળતું નથી. ભાજપના રાજમાં સૌથી વધારે તગડાં થયા હોય તો તે બિલ્ડરો છે. બિલ્ડરો ભાજપને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે અને ડેવલપમેન્ટ પ્લાન એવી રીતે પાસ થાય છે અથવા તો નથી થતા કે મકાનોના ભાવ ઊંચા જળવાઈ રહે. એક દાયકાથી આપણે મંદી હોવાની વાતો સાંભળીએ છીએ, પણ મારા બટાઓ બિલ્ડરો મકાનોના ભાવ ઘટવા દેતા નથી. ભાજપના વહાલા બિલ્ડરો ગુજરાતમાં કાર્ટેલ કરીને બેઠા છે અને અમદાવાદ, સુરત, રાજકોટમાં મકાનોના ભાવ ઘટવા દેતા નથી. આખા ગુજરાતનો વિકાસ થઈ જશે, પણ આમ આદમી ઘર વિહોણા થઈ જશે. તે પછી જોકે ભાજપની સરકારનું સુશાસન એટલું સુંદર હશે કે એકદમ ફર્સ્ટક્લાસ ફૂટપાથો શહેરમાં બની ગઈ હશે. યુરોપ અને અમેરિકામાં હોય તેવી ચોખ્ખીચણાક ફૂટપાથો અમદાવાદ, સુરત અને રાજકોટમાં હશે. ફૂટપાથમાં થોડા થોડા અંતરે ઘટાટોપ વૃક્ષો ઉગેલા હશે, થોડે આગળ ચોકમાં એ.સી. ટોઈટેલ અને બાથરૂમ હશે અને સ્ટ્રીટ લાઈટ માટેના થાંભલા પર પંખા પણ લગાવેલા હશે. તમે સમજી ગયાને... આપણે બધાએ ફૂટપાથ પર જ રહેવાનું, કેમ કે ભાજપના ખાસંખાસ બિલ્ડરોએ બનાવેલા મકાનો, ભાજપના ખાસંખાસ કાર્યકરો અને ટેકેદારોએ ઈન્વેસ્ટરો તરીકે ખરીદેલા હશે અને ખાલી પડ્યા હશે. ખાલી પડ્યા રહેશે, પણ આપણને સસ્તામાં ભાડેય નહીં મળે, સસ્તામાં ખરીદવાની વાત છોડો.
એટલે કે મતદારો કન્યૂફ્ઝ થઈ ગયા છે. વિકાસ થવાનો છે એ વાત સાચી પણ આપણને આમ આદમીને ઘર ક્યારે મળશે તે સમજાતું નથી. નરેન્દ્ર મોદી સત્તા પર આવશે તો કોમવાદી વિચારસરણી બંધ થઈ જશે અને સૌ સેક્યુલર બની જશે એ વાત સાચી, પણ તો પછી સૂડો સેક્યુલરિઝમનું શું થશે તે સમજાતું નથી. નરેન્દ્ર મોદી સત્તા પર આવશે તો પ્રવીણ તોગડિયા જેવા તત્ત્વો કાબૂમાં આવી જશે એ વાત સાચી છે, પણ તો પછી હિન્દુ હિતોની વાત કોણ કરશે તે સમજાતું નથી. એક તરફ વિકાસની વાતો કરવી અને બીજા પાસે કોમવાદી વાતો કરાવવી એ જૂનું રાજકારણ છે તે વાત સાચી, પણ આ રીતે બેવડી નીતિ દ્વારા જ રાજકારણ કેટલો સમય ચાલ્યા કરશે તે સમજાતું નથી. એ વાતેય સાચી કે હિન્દુ અને મુસ્લિમો બંનેને ભ્રમમાં રાખવા એ ભારતના રાજકીય પક્ષોની જૂની ચાલ છે, પણ મતદારો ક્યારે કન્યૂફ્ઝ થતાં અટકશે તે સાલું સમજાતું નથી.
DP
નરેન્દ્ર મોદીના બદલાતા મુખવટા, મતદારો કન્ફ્યૂઝ
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: