થોડા દિવસ માટે કુદરતી ગેસના ભાવ વધારવાના નિર્ણયના અમલમાં વિલંબ થશે.ચૂંટણી પંચે યુપીએ સરકારને ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગેસ ભાવવધારોનો અમલ ન કરવા જણાવ્યુ છે. પરિણામે તેનો લાભ સામાન્ય જનતાને મળશે. ઉલ્લેખનીય છેકે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભાવવધારા મુદ્દે ઓઇલ પ્રધાન અને કેટલાક ઉદ્યોગપતિઓ સામે એફઆઇઆર દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતાં. સાથે જ કેજરીવાલે ચૂંટણી પંચને પણ પત્ર લખી આ ભાવવધારોને મંજૂરી ન આપવા જણાવ્યું હતું.
ચૂંટણી પંચે ઓઇલ એન્ડ ગેસ વિભાગના સચિવને પત્ર લખી જણાવ્યું હતું કે,આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં વિલંબિત અરજી સહિતના વિવિધ સંજોગોને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે, પ્રસ્તાવિત ભાવ વધારાને મોકુફ રાખવામાં આવે.
ચૂંટણી પછી નવી સરકાર આ નિર્ણય અંગે ફરીથી વિચારણા કરશે.
RP
Reader's Feedback: