ઑસ્ટ્રેલિયામાં થોડા દિવસો અગાઉ 20 વર્ષીય ભારતીય વિધાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. અને તેની સાથે લૂંટ ચલાવનારા યુવક પર આરોપ છેકે તે એ ગેંગનો સદસ્ય છે. જે ભારતીય જણાતાં લોકોને પોતાના નિશાને લે છે. જોકે બાળ અદાલતે આ હુમલો કરનારા 17 વર્ષીય યુવકને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. અદાલતે કહ્યું કે આ 17 વર્ષીય યુવક કેવાયઆર ગેંગનો સદસ્ય છે. જે ભારતીય અને અન્ય લોકોને નિશાને લે છે. સીસીટીવી ફૂટેજથી ખબર પડી છેકે ભારતીય વિધાર્થી પર કુલ આઠ હમલાવરોએ હુમલો કર્યો હતો.
વિક્ટોરીયા પોલીસે પકડાયેલ ગેંગના સદસ્યની જામીનને નામંજૂર કરવા માટે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો કે જ્યારે આ ગેંગ દ્રારા હુમલો થયો ત્યારે આ પકડાયેલ યુવક જામીન પર બહાર હતો. અને આ યુવકને ફરીથી જામીન પર છોડવામાં આવશે તો ખત્તરો સાબિત થશે.
નોંધનીય છેકે મનરાજવિંદર પર હુમલો થયા બાદ આ હમલાવર યુવકને પકડવામાં આવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ યુવક હોસ્પિટલમાં દાખલ છે અને હજૂ પણ કોમાની અવસ્થામાં છે. ઉલ્લેખનીય છેકે મનરાજવિંદર જ્યારે ફૂટપાથ પર પોતાના બે દોસ્તો સાથે ઉભો હતો તે વખતે આ હુમલો થયો હતો.
RP
Reader's Feedback: