મહેસાણાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વંદનાબહેને પટેલે ભાજપા કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ વંદનાબહેન પર હુમલો કરીને સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
મહેસાણામાંથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા વંદનાબહેને ભાજપા કાર્યકરો સામે હુમલો કરવાની તથા સાડી ખેંચી હોવાનું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાવી છે. વંદનાબહેને ભાજપા કાર્યકરો સામે એવા આરોપો લગાવ્યા હતા કે, તેઓ જ્યારે સાંથલ-જોટાણા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપાના કાર્યકરોએ આવીને તેમને રોક્યા હતા. તેમજ તેમને પ્રચાર ન કરવાની અને ગામમાં નહીં પ્રવેશવાની ધમકી પણ આપી હતી.
ધમકી આપવાની સાથે સાથે ભાજપા કાર્યકરો દ્વારા વંદનાબહેનની સાડી ખેંચવાનો પ્રયત્ન થયો હતો તેમજ સાડી પરનું આપ પાર્ટીનું લોકેટ પણ તોડી નાખવામાં આવ્યુ હતું, તેમ વંદનાબહેને જણાવ્યું હતું.
આ ઘટના બાદ વંદનાબહેને સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ પીએસઆઈએ વંદનાબહેનની ફરિયાદ નોંધવાને બદલે તેમને સમાધાન કરવાની શીખામણ આપી હતી. આથી વંદનાબહેન ક્લેક્ટર સમક્ષ પોતાની રાવ કરી હતી. ત્યાર બાદ કલેક્ટરની સૂચનાથી મોડી રાત્રે સાંથલ પોલીસે ભાજપા કાર્યકરો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
MP/DP
Reader's Feedback: