ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણના પ્રદુષણ સામે કડક પગલા લેવાની સાથોસાથ પ્રદુષણ વિરોધી તાંત્રિક વ્યવસ્થા અપનાવતા ઉદ્યોગોને આર્થિક સવલત આપવાની નીતિ ગુજરાત સરકારે હાથ ધરી છે.આ માહિતી ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ ડો.કે.યુ.મિસ્ત્રીએ જી.જી.એન.સાથે એક ખાસ વાતચીતમાં આપી હતી.આ વાતચીતનો સારાંશ આ મુજબ છે:
પ્રશ્ન: વાઈબ્રન્ટ ગુજરાત સમીટ જેવા વિશેષ ઉદ્યોગ મેળા દ્વારા સરકાર ગુજરાતમાં વધુને વધુ ઉદ્યોગો સ્થાપિત કરવાની કોશીષ કરે છે.ત્યારે રાજ્યમાં પ્રદુષણ ન વધે એની શું તકેદારી લેવામાં આવી છે ?
જવાબ: ગત વર્ષે થયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમીટના પગલે રાજ્ય સરકારે અંદાજે ૨૧ લાખ કરોડના રોકાણના સમજુતીના કરાર કર્યા હતા.આવતા વર્ષમાં થનારી સમીટમાં નવા ઉદ્યોગો માટેનું રોકાણ હજુ વધશે,એવી સંભાવના છે.આ ધ્યાનમાં રાખીને અમે પ્રદુષણ નિયંત્રણની લાંબા ગાળાની નીતિઓ અપનાવી છે.જેમાં અદ્યતન તંત્ર વ્યવસ્થાનો ઉપયોગ કરીને પ્રદુષણ ન થાય એવી કાળજી લેવામાં આવશે.
પ્રશ્ન: ગુજરાતમાં ઉદ્યોગોએ હરણફાળ ભરી છે.પરંતુ તેની સાથોસાથ રાજ્યમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે.તેને રોકવા માટે રાજ્ય સરકારે અને પ્રદુષણ બોર્ડે શું પગલા લીધા છે?
જવાબ: આ પ્રશ્ન અમે બેવડી નીતિથી હાલ કરી રહ્યા છે.એક તો હાલના કાર્યરત ઉદ્યોગો પ્રદુષણ બોર્ડના નિયમોનું ચોક્કસ પાલન કરે છે કે નહિ એની નિયમિત ચકાસણી કરી નિયમ ભંગ કરનારા સામે આકરા પગલા લેવામાં આવે છે.એ સિવાય નવા ઉદ્યોગો એમનો પોતાનો" ઇન- હાઉસ" મીની એફલુઅન્ત ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈ.ટી.પી.)ની આંતરિક સુવિધાની જોગવાઈ ન કરે ત્યાં સુધી તેમને મંજુરી આપવી નહિ એવું નક્કી કરવામાં આવ્યું છે.જેથી ભવિષ્યમાં પ્રદુષણની માત્રા ઓછી જ રહેશે.
પ્રશ્ન: ઈ.ટી.પી.વિષેની વિગતો શું છે ?
જવાબ: પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલમાં હયાત ઈ.ટી.પી.નું નિયમિત રીતે મોનીટરીંગ થઇ રહ્યું છે.હવે આ બાબતમાં નવા સ્થાપનારા ઉદ્યોગોને પ્રારંભથીજ ગાઈડ લાઈન્સ આપવામાં આવશે.જે અત્યાર સુધી આપવામાં આવતી નહોતી.તેની સાથોસાથ સ્વચ્છ ઉત્પાદનના વિકલ્પો સૂચવવામાં આવશે.જેમાં ઉત્પાદન સંલગ્ન રો મટીરીયલ્સ અને પ્રોસેસ પદ્ધતિની સાથોસાથ કયા કયા સ્ટેજે વેસ્ટ થાય અને તેમાં કેવી રીતે ઘટાડો કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન લેખિતમાં આપવામાં આવશે.તેમજ આ માટે જરૂરી ટેકનીકલ સૂચનો પણ બોર્ડ દ્વારા કરાશે.આવું સ્વચ્છ ઉત્પાદન અપનાવે એવાને ઉદ્યોગ ખાતાની આર્થિક સહાયની પણ યોજના છે.આ યોજના હેઠળ ૨૫ ટકા આર્થિક મદદ કેન્દ્ર સરકાર આપશે.બીજા ૨૫ ટકા રાજ્ય સરકાર આપશે અને બાકીની રકમ આ યોજનાનો લાભ લેનાર ઉદ્યોગે ખર્ચવાની રહેશે.
પ્રશ્ન: મોટી કંપનીઓ દ્વારા બહાર ઠલવાતા ઘન અને પ્રવાહી કચરો પ્રદુષણ ના ફેલાવે એની સામે શું નિયમો છે ?
જવાબ: મોટા ભાગના મોટા ઉદ્યોગોએ અમારા નિર્દેશ અનુસાર એમનો રાસાયણિક કચરો વ્યવસ્થિત રીતે નિકાલ કરવાની પોતેજ જવાબદારી લીધી છે.રિલાયન્સ,એસ્સાર અને બીજી અન્ય મોટી કંપનીઓએ પોતે ઉભી કરેલી પાઈપ લાઈનો દ્વારા દુષિત કચરો શુદ્ધિકરણની પ્રક્રિયા પછી દરિયાના પેટાળમાં ૫-૬ કિલોમીટર ઊંડે સુધી ઠાલવે જેથી દરિયાના જીવોને નુકશાન ન પહોચે.રાજ્યમાં ખાનગી અને સરકારી મળીને આ પ્રકારની ૨૭ જેટલી પાઈપ લાઈનો ઉમરગામ -વાપીથી કચ્છ સુધી ફેલાયેલી છે.
પ્રશ્ન: પાઈપો દ્વારા નિકાલ કરવાની આ વ્યવસ્થા અન્ય મધ્યમ કે નાના નાના ઉદ્યોગોને લાગુ કરાશે કે કેમ ?
જવાબ: જે ઉદ્યોગો આ પ્રકારનું વેસ્ટ ડીસ્પોઝલ કરવા ઈચ્છતા હશે તેમને સરકારી પાઈપ લાઈનોમાં જોડાણ આપવામાં આવશે અથવા આવા ઉદ્યોગો પોતાના પ્લાન્ટ નજીકના ઈ.ટી.પી.માં જોડાણ લઇ શકશે.
પ્રશ્ન: જે ઉદ્યોગો વારંવાર પ્રદુષણ નિયંત્રણનો ભંગ કરે છે.એની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે ?
જવાબ: જે ઉદ્યોગો અમારી નિયમિત ચકાસણી અને આદેશો મળતા હોવા છત્તા પ્રદુષણ ચાલુ રાખે છે.એને અમે બંધ કરવાની નોટીસ આપીએ છીએ .જે એક છેલ્લું પગલું ગણાય છે.અમારો અનુભવ એ છે કે મોટાભાગના ઉદ્યોગો આવી નોટીસ મળ્યા પછી ઝડપથી જરૂરી સુધારણા કરવાના પગલા લેતા હોય છે.છેલ્લા બે -ત્રણ વર્ષમાં લગભગ ૩૦૦ જેટલા ઉદ્યોગોને આ રીતની બંધ કરવાની નોટીશો આપ્યા પછીથી અમને પ્રદુષણ રોકવામાં યશ મળ્યો છે.
પ્રશ્ન: પણ હકીકતમાં કેટલા ઉદ્યોગો આવી નોટીસ બાદ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે ?
જવાબ: પ્રદુષણ નિયમોનો ભંગ ખરેખર એક ગંભીર સમસ્યા છે.પણ એને લઈને કોઈ ઉદ્યોગને કાયમી રીતે બંધ કરી દેવો એ સામાન્ય રીતે માનવામાં આવે છે.એટલું સહેલું નથી,અને સલાહભર્યું પણ નથી.કારણકે ઉદ્યોગો સાથે ઘણા બીજા સંવેદનશીલ મુદ્દાઓ જેવાકે કામદારોની બેકારીની સંભાવના,રોકાણકારોના નાણાંનું નુકશાન સંકળાયેલા હોય છે.આ ધ્યાનમાં લઈને અમે થોડી કાયદાની કડકાઈ અને થોડી વ્યવહારિક નરમાશનો ઉપયોગ કરી આવા ઉદ્યોગોને અમે લાઈન પર લાવીએ છીએ.જેથી લાંબા ગળે કોઈનું નુકશાન થતું નથી.
પ્રશ્ન: પાણી અને હવાના પ્રદુષણ બાબતે શું સ્થિતિ છે ?
જવાબ: આ બાબતે દોઢ વર્ષ અગાઉ પ્રયાશો હાથ ધરવામાં આવ્યા હતા .જેના ફળદાયી પરિણામો પ્રાપ્ત થયા છે.આ ગાળામાં પાણી અને હવાની માત્રામાં અડધોઅડધ ઉપરાંત પ્રદુષણમાં ઘટાડો થયો છે.જયારે દોઢ વર્ષ પહેલા પ્રદુષણ કરતા સી.ઓ.ડી.(કેમિકલ ઓક્સીજન ડિમાન્ડ)માત્રાનું પ્રમાણ ૧૮૦૦ સી.ઓ.ડી. હતું.જે હવે ઘટીને ૫૦૦ થી ૬૦૦ની માત્રાએ પહોચ્યું છે.વાપી, અંકલેશ્વર, પાનોલી, નંદેશરી, અમદાવાદ, જેતપુર વગેરે જેવા રાજ્યના સામુહિક શુદ્ધિકરણ પ્લાન્ટ્સ (સી.ઈ.પી.ટી.)માં પ્રક્રિયા કરવામાં આવેલા પાણીના પ્રદુષકોમાં પાછલા વર્ષોની સરખામણીએ ૫૧ થી ૭૦ ટકા જેટલો ઘટાડો નોધાવા પામેલ છે.રાજ્યમાં ઉદ્યોગો વધવા છત્તા તેના ઔદ્યોગિક વિસ્તારોના હવાના પ્રદુષકોમાં ૧૦ થી ૨૪ ટકા ઘટાડો નોધાયેલ છે.જયારે રાસાયણિક વસાહતોમાં દુર્ગંધના પ્રમાણમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો થયેલ છે.
પ્રદુષણ પર નજીકથી નિયંત્રણ રાખવાને માટે અને પ્રજાની ફરિયાદો જીલ્લા કક્ષાએથીજ મેળવી શકાય તે માટે ૨૨ અલગ અલગ સ્થળોએ ખાસ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જેના દ્વારા પ્રજા બોર્ડનો સંપર્ક કરી શકે છે.
પ્રશ્ન: કેન્દ્ર શાષિત પ્રદેશ દમણના લોકો એવો આક્ષેપ કરે છે કે વાપી-ઉમરગામના ઉદ્યોગો દમણના દરિયામાં મોટાપાયે પ્રદુષિત કચરો ઠાલવે છે.જેના કારણે માછીમારી તથા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે એ વિષે આપનું શું કહેવું છે ?
જવાબ: આમાં હકીકત સાવ ઉલટી છે.દમણના દરિયાનું પ્રદુષણ તો દમણની દારૂની ફેક્ટરીઓ એમાં દુષિત કચરો ઠાલવતી હોવાના કારણે થાય છે.આવા ખોટા આરોપોનું અમે ખંડન કરીએ છીએ.
પ્રદૂષણ રોકતાં ઉદ્યોગોને સવલત: ડો. મિસ્ત્રી
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: