Home» Social Media » Facebook Funda» Facebook founder mark zuckerberg gets 1dollar annual salary

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની વાર્ષિક સેલેરી એક ડોલર

Agencies | April 01, 2014, 12:43 PM IST

સાન ફ્રાન્સિસકો :

જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના શોધક અને ચીફ એક્ઝિક્યુટીવ માર્ક ઝુકરબર્ગ પણ એપલના સહ સ્થાપક સ્ટીબ જોબ્સ અને ગુગલના સ્થાપક સેર્ગી બ્રીન અને લેરી પેજની યાદીમાં સામેલ થઈ ગયો છે.  બંને માંધાતાઓએ જે રીતે તેમના પગારમાં સ્વૈચ્છીક કાપ મૂકીને વાર્ષિક મહેનતાણાં તરીકે માત્ર એક ડોલર લેવાનું નક્કી કર્યું હતું તેવું જ માર્કે પણ નક્કી કર્યું છે. એક અહેવાલ પ્રમાણે માર્ક 2013ના મહેનતાણા પેટે ફક્ત એક ડોલર જ સેલેરી લેશે.

અમેરિકાના ફાયનાન્સિયલ મેગેઝિન ફોર્બ્સ અનુસાર ફેસબુકના સ્ટોકનું મૂલ્ય આશરે 27 બિલિયન ડોલર છે. ફેસબુકના અન્ય એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ કરતાં વધારે મહેનતાણું મેળવશે તેવો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ 16.1 મિલિયન ડોલર તથા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર ડેવિડ એબ્રામાન્સ 10.5 મિલિયન ડોલર વાર્ષિક ભથ્થું મેળવશે.

MP/PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %