Home» International» Asia» Everest avalanche leaves 7 nepalese guide dead

માઉન્ટ એવરેસ્ટ પર હિમસ્ખલન

એજન્સી | April 18, 2014, 05:43 PM IST

કાઠમાંડુ :
વિશ્વની સૌથી ઉંચી ટેકરી માઉન્ટ એવરેસ્ટ પર આજે હિમસ્ખલન થયું હતું. જેમાં સાત નેપાળી ગાઈડોના મોત નિપજ્યાં હતા અને ઘણા ઘાયલ થયા હતા. સવારે પોણા સાત વાગે લગભગ 5800 મીટરની ઉંચાઈએ આવેલા પોપકોન ફીલ્ડ નામે ઓળખાતા સ્થળે આ ઘટના બની હતી.
 
પીસ નેપાલ ટ્રેકના મુખ્ય નિર્દેશક જીવન ધિમિરે જણાવ્યું હતું કે, સાત લાશને બહાર નિકાળવામાં આવી છે જ્યારે પાંચ બરફમાં દટાયેલા છે. પર્વતારોહકો માટે દોરડા અને અન્ય સામગ્રી લઈને નેપાળના પર્વતીય વિસ્તારોમાં રહેતા કેટલાક શેરપા તથા જાતીય સમૂહના લોકો હિમસ્ખલન બાદ લાપતા છે.
 
આઠ પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બચાવ અભિયાનમાં મદદ કરવાના હેતુથી એવરેસ્ટ વિસ્તાર માટે કાઠમાંડુથી હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %