Home» India» Governance» Election 2014 mizoram votes today

લોકસભા ચૂંટણી 2014 : મિઝોરમમાં એક સીટ માટે આજે મતદાન

Agencies | April 11, 2014, 11:34 AM IST

આઈઝોલ :

મિઝોરમની એકમાત્ર લોકસભા સીટ પરથી ચૂંટણીને માટે એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીને માટે શુક્રવારે પણ મતદાન ચાલું છે. જેના માટે મિઝોરમમાં કેન્દ્રિય અર્ધસૈનિક દળની 8 કંપનીઓની ગોઠવણ કરવામાં આવી છે પેટા ચૂંટણી રાંગતુર્જો વિધાનસભા સીટ પર કરાવવામાં આવી રહી છે.

મિઝોરમ લોકસભા સીટ પર શાસક કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ 8 વિરોધી દળોનું જોડાણ છે. આ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય સીએલરૂઆલાને અને યૂડીએફએ રોબર્ટ રોમવિયા રોયતેને ટિકિટ આપી છે.

આપના માઈકલ લાલમનજુઆલાને ઉમેદવાર બનાવ્યા છે. અહીં 1126 મતદાન કેન્દ્રોમાં કુલ 7,02,789 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 3,55,954 મહિલાઓ છે. 385 મતદાન કેન્દ્ર શહેરના વિસ્તારમાં છે જેમાં વીવીપીએટી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા હેઠળ મતદારોએ તેમની પસંદ પર પેપર દ્વારા મળી જાય છે. જો કે અહીં પેપર વીવીપીએટી મશીનની અંદર જ સુરક્ષિત રહે છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષાને માટે રાજ્યની 6 સશ્સ્ત્ર બટાલિયને, કેન્દ્રિય અર્ધસૈનિક દળોની 8 કંપનીઓ અને શસ્ત્રરહિત પોલીસ કર્મીઓની પણ ગોઠવણ કરવામાં આવી છે. મ્યાનમાર અને બાંગ્લાદેશની સાથે લગાવનારી આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાજ્ય મર્યાદા સીલ કરી દેવામાં આવી છે.

અહીં 9મી એપ્રિલે મતદાન થવાનું હતું પરંતુ કેટલાક સામાજિક સંગઠનોએ , ત્રિપુરામાં રહેતા બ્રૂ શરણાર્થિઓને મિઝોરમની જગ્યાએ ત્રિપુરામાં મતદાનનો અધિકાર આપવાને માટે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં 7એપ્રિલથી 72 કલાક બંધ કરવાનું આહ્વાન કર્યું જેના કારણે મતદાનની તારીખ 11 એપ્રિલે નક્કી કરવામાં આવી. બંધનું આહ્વાન કરનાર બ્રૂ શરણાર્થિઓએ મિઝોરમમાં મતદાનનો અધિકાર આપવાની માગ કરી રહ્યા છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %