Home» Politics» Vibrant Gujarat» Ec issues notice to election candidates

મહેસાણામાં ચૂંટણી ખર્ચ મુદ્દે ઉમેદવારોને નોટિસ

જીજીએન ટીમ દ્વારા | April 19, 2014, 01:56 PM IST

મહેસાણા :

મહેસાણા લોકસભા બેઠક પરથી ૧૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. નવા કરાયેલા સુધારા મુજબ ઉમેદવારોને રૂ.૭૦ લાખ સુધી ખર્ચ કરવાની મર્યાદા આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી દરમિયાન થનાર ખર્ચના હિ‌સાબો રાખવા સુચના આપવામાં આવી છે. આ સંદર્ભે ચૂંટણી ખર્ચ અંગે ગુરૂવારે પ્રથમ હિ‌સાબ ચકાસણી કરાઇ હતી. જેમાં ઉમેદવારોએ થયેલ ખર્ચના હિ‌સાબો રજુ કરતાં ખર્ચ નિરીક્ષક દ્વારા ચકાસણી કરાઇ હતી. પરંતુ ૧૪ પૈકી ચાર ઉમેદવારોને ખર્ચ મામલે નોટિસ આપવામાં આવી છે.

ઉમેદવારો દ્વારા રજુ કરાયેલ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ દ્વારા રૂ.૪.૪૦ લાખ તથા કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલ દ્વારા રૂ.૩.૨૦ લાખ કરાયો છે. જ્યારે અપક્ષ બે ઉમેદવારોએ બિલકુલ ખર્ચ થયો ન હોવાનું દર્શાવ્યું છે.

મહેસાણા બેઠક પરથી ચૂંટણી જંગ લડી રહેલા ૧૪ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારોને ચૂંટણી ખર્ચ મામલે નોટિસ આપવામાં આવી છે. ઉમેદવારોએ કરેલા ખર્ચ અંગે ગુરૂવારે પ્રથમ ચકાસણી કરાઇ હતી. જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ શેડો રજીસ્ટ્રાર મુજબ થયેલ ખર્ચ સામે તફાવત આવતાં નોટિસ અપાઇ છે જ્યારે સમાજવાદી પાર્ટી અને હિ‌ન્દુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવારોએ હિ‌સાબો રજુ કરવા મુદતની માંગણી કરતાં  નોટિસ આપવામાં આવી છે.

MP/DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %