Home» Life» Society & Culture» Diwali festival of lights history and significance of diwali

દિવાળી પર્વનું મહાત્મય

જીજીએન ટીમ દ્વારા | October 30, 2013, 06:07 PM IST

અમદાવાદ :

ગુજરાત ગ્લોબલ ન્યૂઝ આપ સૌ દર્શકોને અત્યંત સુખી અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવે છે.સામાન્ય રીતે આપણને ક્રિશ્ચિયન  કેલેન્ડર પ્રમાણે તારીખ યાદ રાખવાની ટેવ છે પરંતું ગુજરાતમાં આપણે પરંપરાગત વિક્રમ સંવત પ્રમાણે જે તિથિને  અનુસરીએ છીએ તે યાદ રાખવાની ટેવ નથી. ગુજરાતમાં સમગ્ર વેપારી પ્રવૃત્તિઓ વિક્રમ સંવત પ્રમાણે વાર્ષિક ચક્ર/ઘટમાળ  ઉપર આધાર રાખે છે નહિ કે તારીખો પર. દિવાળીના દિવસો માંગલિક હોય છે કારણ કે આ દિવસોમાં ખેતરોમાંથી ધાન ખળામાં આવે છે. દિવાળીના દિવસો દરમ્યાન વેપારીઓ તેમના લાગતા વળગતાની સાથે તેમના હિસાબો પતાવે છે. દિવાળીએ હિસાબી પતાવટનો આખરી દિવસ છે, અને નૂતનવર્ષે, કારતક મહિનાના પ્રથમ દિવસે નવેસરથી શરુઆત કરે છે.

દિવાળીના દરમ્યાન બધા ઉત્સવો અને ઉજવણી આ ચક્ર/ઘટમાળ ઉપર આધાર રાખે છે. અહિ અમે આપણા પરંપરાગત રિવાજો અને સંસ્કારની તારીખો આપીએ છીએ. એમ બની શકે કે નવી પેઢી જે નૉન-ગુજરાતી વાતાવરણમાં જન્મીને ઉછરી હોય એમને આ ખબર ન હોય. જેમને પોતાના સંસ્કારની ફરી જાણવાની ઈચ્છા હોય તેઓ કૃપા કરી આ ભાગને તેમના વંશજો માટે ડાઉનલૉડ કરી લે.. દિવાળીની મોસમ સાત દિવસ સુધી ચાલે છે. એ રમા એકાદશીથી શરુ થઈ ભાઈબીજનાં દિવસે પૂરી થાય છે. રમા એકાદશી 30મી ઑક્ટોબરના રોજ છે. રમાનો અર્થ છે લક્ષ્મી અથવા સંપત્તિની દેવી. નવા વરસે લખવામાં આવતા હિસાબી ચોપડા ખરીદવા માટે આ દિવસ માંગલિક ગણાય છે. આપણે રોશનીનો ઉત્સવ શરૂ કરી સાત દિવસ આપણે આપણા ઘરોને રોશનીથી શણગારીએ છીએ. આ સાત દિવસ બાળકો પણ સાંજે ફટાકડા ફોડવાનું શરુ કરી મજા માણે છે.

31મી ઑક્ટોબર, વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશી, ઘરની સફાઈ કરવાનો દિવસ છે. આ દિવસે આપણે બધી નકામી ચીજો ફેંકી દઈએ છીએ. કેટલાક લોકો ઘરને રંગ કરે છે અથવા ગામડામાં તેઓ દિવાલ અને ફરશ ઉપર ગાયના છાણની ગાર કરે છે. આ રીતે તેઓ ઘરનું નવીનીકરણ કરે છે. ધનતેરસનો દિવસ, ૧લી નવેંબર, ગાયના (ધણની અને ધન) પૂજા કરવાનો  દિવસ છે, કારણ કે ગોવાળો અને ખેતી કરતા સમાજમાં ગાય એ મિલ્કતનું સ્વરૂપ છે. ગુજરાતી લોકિક ભાષામાં ગાયો,  ભેંસો, ઘેટાં અને બકરાં એ માલ ગણાય છે.

રજી નવેંબરના કાળી ચૌદસ, આ દિવસ નરક ચતુર્દશી અથવા રૂપચૌદશ તરીકે ઓળખાય છે. આ દિવસ ઘરમાંથી  બધો કકળાટ કાઢી નાખવાનો દિવસ છે. આ દિવસ તાંત્રિક દિવસ તરીકે પણ ઓળખાય છે. કેટલાક લોકો જે પિશાચી તત્તવોને પૂજવા માંગે છે તેઓ સાંજના સ્મશાને જાય છે અને શનિ, ભૈરવ અથવા કાળકા માતાની પ્રાર્થના કરે છે.

ત્યાર પછી મહત્વનો દિવસ છે દિવાળી, 3જી નવેંબર. ખૂબજ પુસ્તકિયા અર્થમાં દિવાળી એટલે પ્રકાશ/રોશનીનો ઉત્સવ. બીનગુજરાતી ભારતિયોમાં એ દિપાવલી તરીકે ઓળખાય છે. બીનગુજરાતી ભારતિયો દિપાવલી માત્ર એક દિવસ માટે જ ઉજવે છે, જ્યારે ગુજરાતીઓ સાત દિવસ સુધી ઉજવે છે. આ દિવસે બધા ધંધાદારીઓ અને વેપારીઓ તેમના નવા હિસાબી ચોપડાઓની પૂજા કરે છે અને બીજા વરસે વહીવટમાં લાવે છે અને શુભેચ્છા કરે છે કે હવે પછીના વરસે પણ તેઓ પૂરતો નફો કમાય. આ દિવસે લોકો એકબીજાને ભેટસોગાદ મોકલે છે. ભેટસોગાદ મિઠાઈના રૂપમાં હોય છે. સંપૂર્ણ નિવાસસ્થાનો (માત્ર ઘરો જ નહિ પણ રસ્તાઓ પણ) દિવાઓથી પ્રકાશે છે. આ દિવસે લોકો એવી મહેચ્છા કરીને મિઠાઈ ખાય છે કે તેમનું જીવન મધુર બની રહે.

વિક્રમ સંવંત મુજબ ૪થી નવેંબર એ નવું વરસ, 'કારતક' મહિનાનો પ્રથમ દિવસ છે. આ દિવસ વીર સંવત મુજબ પણ નવું વરસ છે, જે જૈનો પાળે છે. જો કે, કચ્છી લોકો વિક્રમ સંવંત પાળતા નથી, એટલે આ દિવસ કચ્છી નવું વરસ નથી. ભારતમાં ઘણાં સંવંત(કેલેન્ડર) છે. વિવિધ પ્રદેશોમાં નવું વરસ વિવિધ દિવસોએ હોય છે. મોટાભાગના ગુજરાતીઓ આ દિવસ નવા વરસ તરીકે ઉજવે છે. તેઓ નવા કપડાં પહેરે છે અને એકબીજાને મળવા જાય છે. તેઓ વડીલોને પ્રણામ કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે, જેથી નવું વરસ કોઈપણ વિધ્ન વગર પસાર થાય, આ દિવસે તમે જો લોસ એન્જેલસ અથવા લંડન અથવા કેન્યામાં હો તો એક બીજાનું અભિવાદન કરવા માટે તમારી સંસ્થા મુલાકાત માટે એક સામાન્ય સ્થળ નક્કી કરી શકે.

૫મી નવેમ્બરના ભાઈબીજ એટલે કે ભાઈનો દિવસ છે. આ દિવસે દરેક ભાઈ વિવાહિત બહેનને ઘરે જમવા જાયછે. આ દિવસ ભાઈ અને બહેનની વચ્ચેના હેતનો દિવસ છે.

આખી દુનિયામાં આ સાત દિવસ ગુજરાતીઓ માટે દિવાળી ઉત્સવનું સ્વરૂપ છે. ચોપડા પૂજન પતાવ્યા બાદ,ધંધાદારીઓ અને વેપારીઓ એકબીજાને મળવા અને સામાજિક જવાબદારી પૂરી કરવા ચાર દિવસ રજા પાડે છે. જો કે, હાલમાં આ દિવસોમાં આરામથી દિવસો પસાર કરવા તેઓ બહારગામ જાય છે. કારતક મહિનાના ચોથા દિવસે તેઓ પાછા આવે છે, અને લાભ પાંચમ (નસીબદાર પાંચમો દિવસ) તરીકે જાણીતા, કારતક મહિનાના પાંચમા દિવસે નવા હિસાબી ચોપડા સાથે તેમનો કારોબાર શરુ કરે છે.

હંમેશાં આપણી પરંપરાને યાદ રાખવી એ સારું છે, કારણ કે આપણી પરંપરા જ આપણી ઓળખાણ પૂરી પાડે છે.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %