અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા કોલ્ડ વેવની અસર હેઠળ ગુરૂવારે પણ લોકોએ સવારે ઝાકળનો અનુભવ કર્યો હતો. જેની અસરથી રોડ, રસ્તાઓ પર પાણીની ચાદર પથરાયેલી જોવા મળી. આ ઉપરાંત બુધવારની જેમ ગુરૂવારે પણ સવારથી સૂર્યનારાયણ ગેરહાજર રહ્યાં.
બપોરે પણ વાતાવરણ સવાર જેવું જ અનુભવાઈ રહ્યું હતું. બુધવારે બર્ફિલો પવનથી લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યાં હતાં. તો આજે ગુરૂવારે સવારથી ગાઢ ધુમ્મસથી સાથે ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળ્યું જેની અસરથી રોડ રસ્તે પાણીની ચાદર પથરાઈ જવા પામી હતી.આજે સવારથી જ લોકો ઠેર ઠેર તાપણી કરના નજરે પડ્યાં. લોકોએ ઠંડીથી બચવા માટે શક્ય બને તેટલા ગરમ વસ્ત્રો ધારણ કરીને ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી .
હવામાન સુત્રોના મતે રાજ્યમાં ઉત્તરીય પવનોની અસર હેઠળ રાજ્યમાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા તીવ્ર પવનને કારણે તાપમાનનો પારો ગગડી જવા પામ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના અન્ય ભાગોમાં ઉત્તર દિશામાંથી નીચલા સ્તરે ફૂંકાઈ રહેલા સૂકા પવનોથી અમદાવાદ સહિત વિવિધ શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો ઠંડી રહ્યો છે.
RP
Reader's Feedback: