આજથી ચૈત્ર સુધ એકમના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની નવરાત્રીની જેમ જ આ નવરાત્રીનો અનોખો મહિમા છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ શ્રદ્ધાળુઓ ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરે છે. વળી આ જ દિવસે મહારાષ્ટ્રીયન પરિવારોના નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. તેઓ ગુડીપડવોની ઉજવણી કરે છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીનો આજનો પહેલા દિવસે ગુજરાત સહિત દેશભરમાં મંદિરોમાં ભક્તોનું ટોળું જોવા મળી રહ્યું છે. દરેક મંદિરોમાં માતાજીનો જય જયકારના અને મંત્રોચ્ચારથી ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠે છે.
બીજી બાજુ, લખનૌ સહિત વિભિન્ન શહેરોમાં ઐતિહાસિક અને પ્રાચીન કાલિકા મંદિર, શાસ્ત્રી નગર સ્થિત દુર્ગા મંદિર સહિત રાજધાનીના બધા જ દેવી મંદિરોમાં સવારથી ભક્તોનું ટોળું લાગ્યું છે. હાથમાં સિંદૂર, નારિયેળ,ચૂંદડી અને હાર – માળા લઈને લાઈનમાં શ્રદ્ધાળુઓ જય માતાજી શૈલપુત્રીનો જય જયકારનો નારો લગાવતા દર્શન કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે.
દુર્ગા મંદિરના પૂજારી પ્રહલાદ દ્વિવેદીએ કહ્યું કે એવી માન્યતા છે કે નવરાત્રી દરમ્યાન દુર્ગા માતાનો વ્રત રાખીને તેમની પૂજા – અર્ચના કરવાનથી દેવી માતાની વિશેષ કૃપા થાય છે. નવરાત્રી વર્ષમાં બે વખત આવે છે નવરાત્રીના પહેલા દિવસે દુર્ગા માતાજીનું પહેલું રૂપ શૈલપુત્રી અને બાકીના આઠ દિવસમાં માતાજીના અન્ય રૂપની પૂજા કરવામાં આવે છે.
જુઓ વિડીયો
PK
Reader's Feedback: