ફાઇલ
અમદાવાદ :૧૬મી લોકસભાના ગઠન માટે આગામી તા. ૩૦મી એપ્રિલના રોજ ભાવનગર લોકસભા બેઠક સહિત સમગ્ર ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય અને મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે તથા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભાવનગર લોકસભા બેઠક હેઠળ આવતા ૭ વિધાનસભા મત વિભાગોમાં કુલ ૧૭૨૦ મતદાન મથકો છે. જેમાંથી ૧૯૯ મતદાન મથકો સંવેદનશીલ છે.
તળાજા વિધાનસભા મત વિભાગમાં ૨૦, ભાવનગર રૂરલમાં ૩૩, ભાવનગર પશ્ચિમમાં ૧૫ અને ગઢડા વિધાનસભા મત વિભાગમાં ૩૫ મતદાન મથકો છે.
આ ક્રીટિકલ મતદાન મથકો પર ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચૂંટણી તંત્ર, પોલીસ અને સુરક્ષા દળોની આ ક્રીટિકલ મતદાન મથકો પર બાજ નજર રહેશે.
આ સંવેદનશીલ મતદાન મથકોમાં સૌથી વધુ ૯૬ મતદાન મથકો પાલિતાણા વિધાનસભા મત વિભાગમાં છે.
MP/DP
Reader's Feedback: