
જનતા દ્રારા ચૂંટાયેલા જનપ્રતિનિધી પ્રજાલક્ષી કામકાજ દરમ્યાન મોબાઈલ સાથે રમતા કે પછી ખુરશી પર બેઠા બેઠા ઝોકા ખાતા અનેક વખત નજરે ચઢી ચૂક્યાં છે. પરંતુ આ કલ્ચરનો અંત કે તેની પરવાહ જનપ્રતિનિધીઓ નથી. તાજેતરમાં વડોદરા કોર્પોરેશનના સામાન્ય બજેટ દરમ્યાન કેમેરામાં કેદ થયેલા કોર્પોરેટરના ફોટાઓએ ફરીથી જનતાને વિચારતી કરી દીધી છે.
આજના સમયમાં મોબાઈલ દરેકના હાથમાં હોય છે અને તેનો ઉપયોગ પણ વધી ગયો છે. ઈન્ટરનેટની આ દુનિયામાં મોબાઈલ ઈન્ટરનેટે અકલ સ્થાન બનાવ્યું છે. જેના થકી લોકો સતત ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતા હોય છે. જોકે આ શ્રેણીમાં યુવાનોને મુકવામાં આવે છે. જેઓ સતત સોશ્યલ મીડિયામાં સક્રિય રહેતા હોય છે. પરંતુ હવે આ શ્રેણીમાં નવો વર્ગ પણ ઉમેરાયો છે. જેને એટલા હદે ચક્સો લાગ્યો છે કે તેણે પ્રજાલક્ષી કામ નેવે મૂકીને તેમના મગ્ન થવામાં સહેજ પણ સંકોચ નથી.
વડોદરા શહેરના બજેટ 2014-15ની ચર્ચા ચાલી રહી હોય. અને કોર્પોરેટર ચેટીંગમાં વ્યસ્ત હોય તે પ્રકારનો મામલો ઉજાગર થવા પામ્યો છે. આ મામલાએ હદ તો ત્યારે વટાવી જ્યારે કોર્પોરેટરની સાથે કમિશ્નર પણ મોબાઈલની જોડે રમત રમતા જોવા મળ્યાં.
જોકે આ મામલે વિરોધ પક્ષના નેતા અને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ ખોટું કહેવાય. આ સભાનું અપમાન કહેવાય. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું કે જો અત્તિમહત્વનો ફોન હોય તો સભાની બહાર જઈને વાત કરવાનો આગ્રહ રાખવો જોઈએ. પ્રજાલક્ષી કામકાજ દરમ્યાન સભામાં આ પ્રકારે મોબાઈલ દ્રારા ચેટીંગ કરવું તે પ્રજાના ભરોસાને તોડવા સમાન છે.
MS/RP
Reader's Feedback: