
ભાજપનાં ગાંધીનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી વિરુધ્ધ કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે પત્રકાર પરિષદને સંબોંધતા કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ કે લાલકૃષ્ણ અડવાણીએ ચૂંટણી ફોર્મમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી છે. જેથી તેમના વિરુધ્ધ કાર્યવાહી થવી જોઇએ.
કોંગ્રેસ પાર્ટીએ લાલકૃષ્ણ અડવાણીનાં છેલ્લા 3 ચૂંટણી ફોર્મમાં જોવા મળેલી વિસંગતતાને આધારે કેટલા સવાલો ઉઠાવ્યા છે. અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવેલા મુદ્દાઓ
આપ તા. ૨૯.૦૪.૨૦૦૪ ના રોજ સરકારી નોટરી સમક્ષ ખરાઈ કરી વાંચી અને કાયદાના પરિધમાં રહી જણાવો છો કે, આપ સાલ ૧૯૪૨ માં જી. એલ.સી. મુંબઈ થી લૉ ના ગ્રેજ્યુએટ છો. સાલ ૧૯૪૪ માં આપ ધોરણ ૧૨ પાસ કરો છો અને સાલ ૧૯૪૭ માં ધોરણ -૧૦ પાસ કરો છો. મતલબ આપ આપની ઉંમર ના ૧૫માં વર્ષે લૉ ગ્રેજ્યુએટ, ૧૭ વર્ષે ધોરણ-૧૨ અને ૧૯ માં વર્ષે ૧૦ પાસ કરો છો.
આપે આપની સહી કરતા જણાવેલી હકીકતોની ખરાઈ કરી આપેલી છે જ (જુઓ એફિડેવિટનું લખાણ ) માટે અમે તેને નકારી શકીએ નહી
૨. આપ તા. ૦૮.૦૪.૨૦૦૯ ના રોજ ફરી, જાહેર ચૂંટણી કે લોકશાહીનું સૌથી મોટું પર્વ છે. તેમાં નોટરી સમક્ષ ન્યાયના તાબામાં રહી સોગંધનામું કરો છો જે આપે આગળ જાહેર કરેલ વિગતો થી તદ્દન વિપરીત, અહીં આપ જણાવો છો કે, ધોરણ ૧૦ સને ૧૯૪૨, ધોરણ-૧૨ સને ૧૯૪૪ અને લૉ ગ્રેજ્યુએશન સને ૧૯૪૭ (તમારી ઉંમરના ૧૯ માં વર્ષે) મુંબઈ થી કર્યું. આ વિગતોને પણ આપે, ધર્મના સોગંધ પર વેરીફાઈ કર્યા બાદ જાહેર કર્યું કે, સત્ય છે, આપના સોગંધનામાની કોઈ વિગત ખોટી નથી.
૩. આપ તા. ૦૫.૦૪.૨૦૧૪ ના રોજ એફિડેવીટમાં જાહેર કરો છો કે, મેટ્રીક્યલેશન (અત્યારનું ધોરણ-૧૧ ) સને ૧૯૪૨, ઈન્ટર સાયન્સ ( પ્રી કોલેજ ) સને ૧૯૪૪ અને બેચરલ ઓફ લૉ સને ૧૯૪૭ માં કર્યું.
અખંડ ભારતમાં સાલ ૧૯૩૦ થી ૧૯૪૭ સુધી અભ્યાસની અત્યારની પધ્ધતિ (૧૦ + ૨ + ૩ + ૨ ) લાગુ હતી?
છતાં તમે તમારી એફિડેવીટ ૨૦૦૪ / ૨૦૦૯ માં શૈક્ષણિક લાયકાતની વિગતોમાં ૧૦ / ૧૨ મુ એવી કઈ પ્રણાલી જાહેર કરો છો જેમાં આપ અભ્યાસ કરતાં હતા?
એ પ્રણાલી મેટ્રીક્યલેશન, ઈન્ટરમીડીયેટરી, પ્રી કોલેજ, સ્નાતક અને માસ્ટર્સ હોઈ શકે. મતલબ કે આપે શું અને કેવી રીતે અભ્યાસ કર્યો એ આપને યાદ નથી.
DP
Reader's Feedback: