જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અવિરત રહેલી શિતલહેરને કારણે જનજીવન ઠુંઠવાઇ રહ્યું છે. ગુરૂવારે પણ કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું અને જે 5.4 ડિગ્રી સાથે શહેર જિલ્લો ઠુંઠવાતો રહ્યો છે.
જામનગરમાં આજે પણ કાતિલ ઠંડીનો દોર યથાવત રહ્યો હતો. સતત ત્રીજા દિવસે 5.4 ડિગ્રી ઠંડી સાથે શિતલહેર ફરી વળી હતી. પવનની ગતિ 15-20 કિ.મી. રહી હતી. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 100 ટકા અને સાંજે 32 ટકા નોંધાયું હતું.
હજુ એક સપ્તાહ સુધી આટલી ઠંડી જળવાઇ રહેશે તેવી હવામાનખાતાએ આગાહી કરી છે. જામનગરમાં સતત એક પખવાડીયાથી ઠંડીનો પારો સિંગલ ડિજિટ માં રહેતા કપરી સ્થિતિ સર્જાઈ છે.
દરિયા કાંઠે વસેલા જિલ્લામાં આમ તો વાતાવરણ હુંફાળું રહેતું હોય છે. જોકે આ વર્ષે ઠંડીએ પ્રકોપ વરસાવ્યો છે, જેને કારણે જનજીવનની હાલત કફોડી બની ગઈ છે.
AI/RP
Reader's Feedback: