છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ પોલીસ દળ હુમલો કર્યો હતો. જેમાં પોલીસના છ જવાન શહીદ થઈ ગયા છે. આ ઉપરાંત નક્સલીઓ દ્રારા પોલીસકર્મીઓના હથિયાર પણ લૂંટી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સવારે પોલીસકર્મી સર્ચ ઓપરેશન માટે નિકળ્યાં હતાં. શ્યામગિરી પહાડીમાં નક્સલી હુમલો કરવા માટે તૈયાર થઈને બેઠા હતા. પહાડીની નજીક જતાં જ નક્સલીઓએ પોલીસ પર હુમલો કરી દીધો. જેમાં એએસઆઈ વિવેક શુક્લ સહિત છ જવાન શહીદ થઈ ગયા હતા.
ડીએફ અને સીઆરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ગુમ થયેલા થયેલા જવાનોની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત જવાનોને કુઆંકોંડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના બાદ નક્સલીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. બે પોલીસકર્મી ગુમ થયેલા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, દંતેવાડા સ્થિત કુંઆકોંડાથી બચેલીની વચ્ચે રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે. જેની સુરક્ષા માટે પોલીસકર્મી ગોઠવી દેવામાં આવ્યા હતા. કુંઆકોંડાના પોલીસ અધિકારી વિવેક શુક્લા પોતાના 12 સહયોગી સાથે ત્રમ મોટર સાઈકલ પર સવાર થઈને નિર્માણ સ્થળ પર રવાના થયા હતા.
કોઈ મોટા હુમલાની તૈયારીઓમાં હતા નક્સલીઓ
ગત દિવસોમાં અનેક મોટા નક્સલીઓના આત્મસમર્પણ કરાયા બાદ નક્સલી કોઈ મોટા હુમલાની તૈયારીઓમાં હતાં. આ હુમલાને નક્સલીઓના આત્મસમર્પણની સાથે સાંકળીને જોવામાં આવી રહ્યો છે.
શહીદ થયેલા જવાનોના નામ
એએસઆઈ વિવિક શુક્લા, આરક્ષક સંદીપ સાહૂ, આરક્ષક છબિલાલ કાશી, આરક્ષક ધનેશ્વર માંડવી, આરક્ષક ધવલ કિશોર શાંડિલ્ય.
RP
Reader's Feedback: