Home» Women» Women Power» Chambal ki jansi ki rani anita choudhary

અનીતા ચૌધરી ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચી

એજન્સી | March 25, 2014, 06:43 PM IST
chambal ki jansi ki rani anita choudhary

ભિંડ :
ચૂંટણી તારીખો જાહેર થયાં બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. નામ જાહેર થતાંની સાથે જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા માટે જવા લાગ્યા છે. મોટાભાગે લોકો કાર કે ખુલ્લી જીપમાં ઉમેદવારી નોંધાવવા જતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે એક અનોખી રીત જોવા મળી છે.
 
મધ્ય પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીની ભિંડ દતિયા લોકસભા સીટના ઉમેદવાર અનીતા ચૌધરી ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સામાજિક કાર્ય કર્યા બાદ 2008થી લોકો તેને ચંબલની ઝાંસીની રાણી તરીકે ઓળખવા લાગ્યા છે.
 
અનિતા ઝાંસીની રાણીની જેમ જ ઘોડા પર બેસીને કલેકટર ઓફિસે ઉમેદવારી નોંધાવવા ગયા હતા. ભિંડના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું હતું કે જ્યારે કોઈ મહિલા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઘોડા પર બેસીને ગયા હોય. ઘોડા પરે બેસેની દાવેદારી નોંધાવવા જતી અનિતાને જોવા માટે લોકો ટોળે વળ્યાં હતા.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %