Home» Youth» Hot Wheels» Bmw m6 gran coupe launched in india at rs 1 75 crore

પોણા બે કરોડ રૂપિયાની સ્પોર્ટ્સ કાર

એજન્સી | April 04, 2014, 02:58 PM IST

નવી દિલ્હી :
ભારતીય કાર માર્કેટ ભલે છેલ્લા બે મહિનાથી મંદીનો સામનો કરી રહ્યું હોય તેમ છતાં પણ ઘણી કંપનીઓ નવી કાર લોન્ચ કરવામાંથી પાછી પાની કરી રહી નથી. તેમાંથી લકઝરી અને સ્પોર્ટસ કાર બનાવતી કંપનીઓ પણ બાકાત નથી.
 
બીએમડબલ્યુએ ભારતમાં પોતાની લકઝરી સ્પોર્ટસ કાર એમ6 ગ્રેન કૂપેની રજૂઆત કરી છે. આ કારની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત અંદાજે રૂપિયા 1.75 કરોડ રાખવામાં આવી છે. 4.4 લીટરની વી8 પેટ્રોલ એન્જિનની આ કાર માત્ર 4.2 સેકંડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારને 250 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર પહોંચાડતું એન્જિન 560 બીએચપીનો પાવર તથા 680 એનએમનો ટોર્ક આપે છે.
 
આ કારની છતમાં કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્ટીલની તુલનમાં વધારે મજબૂત મટિરિયલ છે તથા છતના વજનને 25 ટકા ઓછું કરે છે. આ કારનો મુકાબલો ઓડીની આરએસ 7 તથા મર્સીડીઝને એએમજીઈ કલાસ સાથે થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %