Home» Youth» Trends» Blackberry ties up with mumbai indians for chat service

બ્લેકબેરીની મુંબઈ ઈન્ડિયન્સ સાથે ભાગીદારી

એજન્સી | April 10, 2014, 05:37 PM IST

નવી દિલ્હી :
કેનેડિયન સ્માર્ટફોન મેકર કંપની બ્લેકબેરીએ આગામી આઈપીએલ સિઝ માટે પોતાની મોબાઈલ મેસેન્જર સર્વિસનું મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાણ કર્યું હોવાની જાહેરાત કરી હતી.  એક્સક્લુઝિલ બીબીએમ ચેનલથી મુંબઈ ઈન્ડિયન્સથી ટીમના વિશ્વભરમાં પથરાયેલા કરોડો પ્રશંસકો અને ફોલોઅર્સને પળેપળની માહિતી મળશે.
 
ચેનલ લોન્ચિંગ પ્રસંગે બ્લેકબેરીના એશિયા પેસિફિક સિનિયર ડાયરેકટર (બીબીએમ માર્કેટિંગ) ક્રિષ્નાદીપ બરુહાએ કહ્યું હતું કે, ભારતીયો તરીકે આપણા જીવનમાં અને શ્વાસમાં ક્રિકેટ સમાયેલું છે. બ્લેકબેરી મુંબઈ ઈન્ડિયન્સનું સત્તાવાર પાર્ટનર છે. અમને આશા છે કે બીબીએમ ચેનલ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સના વિશ્વભરમાં પથરાયેલા પ્રશંસો સંકળાયેલા રહેવાની સાથે અપડેટ થતા રહેશે.
 
બીબીએમ ચેનલ બ્લેકબેરીના મોબાઈલ ચેટ એપ્લીકેશન છે. જે સોશિયલ નેટવર્કિંગ વેબ પેજને મળતી આવે છે અને મોબાઈલ યુઝર્સ જ તેને એકસેસ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો પણ બીબીએમ ચેનલ પર પોતાની હાજરી ધરાવે છે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %