
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ફરીથી ચાય પર ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ફરી લોકો સાથે રૂબરૂ થશે.
આઠ માર્ચના રોજ મહિલા સશક્તિકરણ મુદ્દે ૩૦૦ શહેરોમાં ‘ચાય ચૌપાલ' લાગશે. ભાજપે ચાય પર ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ડઝનથી પણ વધારે મુદ્દા તૈયાર રાખ્યાં છે. જે પ્રમાણે આ વખતે આઠમી માર્ચે મહિલા સશક્તિકરણના મુદ્દે ચાય પર ચર્ચા થશે. જોકે અગાઉ ચાય પર ચર્ચા કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સ સંદર્ભે ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છેકે 12મી ફેબ્રુઆરીના રોજ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ચાર પર ચર્ચા અભિયાન અંતર્ગત એક ચ્હાની દુકાને બેસીને લોકો સાથે ચર્ચા કરી હતી. સાંજે છ વાગ્યે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી એક ચ્હાની દુકાનથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
ચા પર ચર્ચા કાર્યક્રમ અંતર્ગત લોકો સાથે વાતચીત કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચાની દુકાન એક પ્રકારે ફૂટપાથ પાર્લામેન્ટ હોય છે અને આજે જુની તમામ યાદો તાજી થઈ ગઈ.
આ પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં મોદીએ ગુડ ગવર્નન્સ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તેમણે લોકોના સવાલના જવાબ પણ આપ્યા હતા.
RP
Reader's Feedback: