Home» India» India Politics» Bjp needs advani experience rss supremo mohan bhagwat says

ભાજપમાં ટકી રહેવા ભાગવતની અડવાણીને સલાહ

Agencies | December 19, 2013, 12:14 PM IST

નવી દિલ્હી :
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને સલાહ આપી છે કે તેઓ પાર્ટીથી પોતાને દૂર ના કરે, નહીં તો પાર્ટી નકામી બની શકે છે. ભાગવતે આ વાત અડવાણીને એક વાર્તા દ્વારા સમજાવી. તેઓ નવી દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણીના પુસ્તક દ્રષ્ટિકોણના વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના પીએમ ઉમેદવાર બનવા પર અડવાણી નારાજ છે અને તેઓ ઘણી વાર આ ખુલાસો જાહેર પણ કરી ચૂક્યા છે. મોહન ભાગવતે આ અવસર પર એક વાર્તા સંભળાવી જેના દ્વારા એક ગામમાં એક મહિલા ભૂલથી હનવ કુંડમાં થૂંકે છે પરંતુ હવન કુંડની પવિત્રતા તેના થૂંકને સોનામાં બદલી નાખે છે. મહિલાનો પતિ આ મહિલાને આ વાત કોઈને પણ ના કહેવાની સલાહ આપે છે પરંતુ મહિલા આ વાત પોતાના સ્ત્રી મિત્રોને કહી દે છે અને આખા ગામમાં આ વાત ફેલાઈ જાય છે.
 
ધીરે ધીરે આખુંય ગામ અમીર થઈ જાય છે પરંતુ મહિલા અને તેનો પતિ ગરીબ જ રહે છે. તેઓને લોકો મહેણાં મારે છે જેનાથી હેરાન થઈને તેઓ ગામ છોડી દે છે. પરંતુ તેઓ ગામથી બાહર નીકળતા જ ગામમાં આગ લાગી જાય છે ત્યારે મહિલાનો પતિ તેને કહે છે કે આખાય ગામના દરેક પરિવારમાં હવનકુંડમાં થૂંકીને પાપ કરતા હતા અને સૌને સોનું મળતું હતું પરંતુ આપણા કારણે ગામ બચી ગયું હતું. કેમકે આપણે આવું નહોતા કરતા. ભાગવતે આ પછી અડવાણીને કહ્યું કે અડવાણી જી રાજનીતિમાં છે. કેમ રહેવું  ત્યાં રહેવું અને તે જ લોકોની સાથે રહેવું જેથી ગામમાં આગ ના લાગે.  ભાગવતે અંતમાં કહ્યું કે જે પણ આપને જીવનમાં મળ્યું છે, તેને માટે હંમેશા ખુશી મળે તેવો અર્થ શોધવો જોઈએ.
 
PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.47 %
નાં. હારી જશે. 20.90 %
કહીં ન શકાય. 0.63 %