Home» India» India Politics» Bjp manidesto released for lokshabha election

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

એજન્સી | April 07, 2014, 11:10 AM IST

નવી દિલ્હી :

ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢરો જાહેર કરી દીધો છે. દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયથી સવારે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા વખતે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સહિત ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત એલ.કે અડવાણી, સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોષી હાજર રહ્યાં હતાં.


ભાજપે ચૂંટણી ઢંઢેરામાં એક ભારત, શ્રેષ્ઠ ભારત, સબકા સાથ સબકા વિકાસનું સ્લોગન આપ્યું છે. નોંધનીય છેકે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી ઉપર ચૂંટણી ઢંઢેરો બનાવાની જવાબદારી હતી. 

 

ચૂંટણી ઢંઢેરાના વખાણ કરતા  ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાનો અમલ કર્યો હોય તો દેશ સુપર પાવર બની ગયો હોય. પરંતુ આ અમારો ચૂંટણી ઢંઢેરો અમારી માટે સંકલ્પ છે. અત્યારસુધીમાં 25 પાર્ટીઓ ભાજપ સાથે જોડાઈ ચૂકી છે.


ભાજપના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું કે અમારો ચૂંટણી ઢંઢેરો દેશની વર્તમાન ન સ્થિતિમાં પથદર્શક સમાન  છે. આજે દેશમાં બધું જ ઠપ્પ છે. ઉધોગ બંધ છે. વેપાર બંધ છે.  ફાઈલોનો ઢગલો લાગેલો છે. મંત્રી નિર્ણય નહીં લે. અધિકારી સહી નહી કરે. અમારા ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છેકે અમારા શાસનમાં આવતાં જ ઠપ્પ દેશને ચાલતો કરી દઈશું અને થોડા દિવસ પછી દોડતો કરી દઈશું.


સુશાસન અને વિકાસને લઈને આગળ વધી રહ્યાં છીએ : મોદી


ચૂંટણી ઢંઢેરો રજૂ કરતી વખતે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુશાસન અને વિકાસને સાથે લઈને આગળ વધવા તરફ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે પોતાને સક્ષમ અને સુરક્ષિત બનવું પડશે જેથી દુનિયાની આંખ સાથે આંખ મેળવી શકે.  જનતા જ્યારે ભાજપને 60 મહિના માટે શાસન કરવાની તક આપશે ત્યારે અમે આ ચૂંટણી ઢંઢેરા પર ચાલીશું. મને જવાબદારી સોંપવામાં આવશે તો હું મારી જવાબદારી અને મહેનતથી પાછો નહીં જાઉં. ખોટા ઈરાદાથી કશું જ નહીં કરું. પોતાની માટે કશું જ નહીં કરું. 

 

સોનિયા ગાંધીએ શું કહ્યું ?


કેરળની એક રેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો દેશની અખંડિતા માટે ખતરો છે.

 

ચૂંટણી ઢંઢેરા પર એક નજર 

 

>>એક લાખથી વધુ લોકોનાં મંતવ્ય મળ્યાં


>>ભારતની બહારથી પણ મંતવ્ય આવ્યાં છે.


>>દરેક રાજ્યમાં એઈમ્સ બનાવવાની યોજના


>>ઘોષણા પત્રમાં બિહાર, બંગાળનો ઉલ્લેખ નહીં


>>શિક્ષણ ક્ષેત્રે ભેદભાવ દૂર કરવામાં આવશે


>>હિમાલયની સુરક્ષા માટે ખાસ ફંડની જોગવાઈ કરવામાં આવશે


>>પ્રોડક્ટનાં ભાવ સ્થિર રહે  તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવશે

 

>>સરકારી હોસ્પિટલને આધુનિક કરવામાં આવશે


>>બંધારણની મર્યાદામાં રહી મંદિર નિર્માણ કરવામાં આવશે


>>નવી સ્વાસ્થ્ય નિતિ અપનાવવામાં આવશે


>>વિજ્ઞાન અને ટેક્નોલોીજી પર ખાસ ધ્યાન આપવામાં આવશે

 

>>નવી નિતિઓ બનાવવામાં આવશે

 

>>UGCનુ પૂનઘટન કરવામાં આવશે

 

>>બ્લેક માર્કેટિંગ રોકવા સ્પેશલ કોર્ટની નિમણુક કરવામાં આવશે

 

>>પાણીની અછત દૂર કરવાંનો મામલો

 

>>દરેક રાજ્યમાં આઈઆઈએમ, આઈઆઈટી લાવવાનું વચન

 

>>ઘોષણાપત્રમાં રામ મંદિર પણ મુદ્દો

 

>>ઈ ગર્વનેર્સ લાવવા ખાસ મહત્વ આપવામાં આવશે

 

>>એક ભારત શ્રેષ્ઠ ભારતનાં નારા સાથે ભાજપનાં ઘોષણાપત્રની જાહેરાત

 

>>મોંઘવારી કાબુમાં લાવવાં ખાસ ફંડની જોગવાઈ

 

>>આંતકવાદનો નક્કરતાથી મુકાબલો કરવાનું વચન

 

>>રેલ્વે,યૂનિવર્સિટી, બૂલેટ ટ્રેન આપવાનું વચન

 

>>યુવાનો માટે ખાસ રોજગાર યોજનાઓ

 

>>કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો તાલમેલ વધે તે માટે ખાસ યોજના

 

>>વેપારીઓની સમસ્યાઓને ધ્યાન આપવામાં આવશે

 

>>એસસી/એસટી વર્ગનાં લોકો માટે પણ ખાસ યોજનાઓ

 

>>શિક્ષણ સંસ્થાઓની વિશ્વસનિયતા વધે અને લોકો તે માટે જાગૃત થાય તેવાં પ્રયાસ

 

>>નેશનલ જનરલ સેલ્સ ટેક્સનો વાયદો

 

>>બ્રાન્ડ ઈન્ડિયા તૈયાર કરવાનું સપનું

 

>>ગ્રામીણ વિકાસને આપવામાં આવશે પ્રાધાન્ય

 

>>અર્થવ્યવસ્થા મજબૂત કરવાં પ્રયાસ કરવામાં આવશે

 

>>50 નવા ટૂરિસ્ટ સર્કિટ બનાવવામાં આવશે

 

>>દરેક વ્યક્તિ પાસે પોતાનું પાકુ ઘર હોય તેવાં કામ

 

>>દેશમાં આવક-નિકાસનાં કાયદાઓમાં બદલાવ લાવવામાં આવશે

 

>>સ્વર્ણિમ ચતૂર્ભૂજનો નિર્માણ

 

>>જ્યાં સંભવ નદીઓને જોડવામાં આવશે.

 

>>મનરેગાને કૃષી સાથે જોડવામાં આવશે

 

>>શરહદ પર યાતાયાત વધે તે માટેનાં પ્રયાસ

 

>>સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ પોર્ટનાં વિકાસ

 

>>નબળા વર્ગને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે

 

>>મહિલાઓ માટ ખાસ સુરક્ષા આપવામાં આવશે

 

>>શહેર અને ગ્રામિણ ભારતની ખીણ દૂર કરવામાં આવશે

 

>>ઓછા પાણીથી વધુ ખેતીની વ્યવસ્થા પર જોર આપવામાં આવશે

 

ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાની સાથે જ વિરોધીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે રામ મંદિર મુદ્દે ભાજપ રાજનીતિ કરતી આવી છે. ભાજપની રામમાં કોઈ આસ્થા નથી. વર્ષ 2004માં તેમણે કહ્યું હતું કે રામ મંદિર બનાવશે ત્યાર પછી તેમણે આ વાત કરી નથી.આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપ મહા કન્ફ્યુઝડ પાર્ટી છે. એટલે જ તેમને ચૂંટણી ઢંઢેરો રજૂ કરવામાં આટલી વાર લાગી ગઈ.


સીપીઆઈ નેતા ગુરૂદાસ દાસગુપ્તાએ કહ્યું કે ભાજપ સંવિધાનની આડમાં  પોતાનું રામ મંદિર નિર્માણનો જૂનો નારો આપ્યો છે. પોતાનો અસ્સલ રંગ દેખાડી દીધો છે.


જેડીયૂ નેતા કે.સી ત્યાગીએ કહ્યું કે  અટલ વાજપાઈએ રામ મંદિર માટે અનુચ્છેદ 370નો વાયદો કર્યો હતો. પરંતુ ભાજપમાં આજે આ મુદ્દા રહ્યા નથી. તેને પાછળથી છોડી દીધા છે. ભાજપે અટલ બિહાર વાજપાઈને અલવિદા કહી દીધું છે.


કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે  આ રામ મંદિર નહીં બનાવે પરંતુ માત્ર મત  લેવા માગે છે. આ જ હાલત 370 અને સમાન નાગરિક સંહિતાનો છે. ટીડીપી  જેવા સહયોગી અને જયલલિતા વિચાર કરે. ચૂંટણી ઢંઢેરો ભટકાવનારો છે. મદરેસાની ટીકા કરનારી ભાજપને હવે મદરેસાની યાદ આવી રહી છે.


કોંગ્રેસ ચૂંટણી પંચને કરી ફરિયાદ


2014ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મામલે કોંગ્રેસે વાંધો ઉઠાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.


ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનું પણ એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે આ મુદ્દાની પણ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. મહત્વપૂર્ણ છે કે 7મી એપ્રિલે આસામની પાંચ અને ત્રિપુરાની એક એમ કુલ 6 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તો ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે બંધારણના માળખામાં રહીને પ્રયત્ન કરવાનો વાયદો કર્યો છે. 


RP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.49 %
નાં. હારી જશે. 20.87 %
કહીં ન શકાય. 0.63 %