Home» Entertainment» TV» Big b shoots kbc 8 promo

બિગ બીએ કેબીસી 8નું શુટિંગ શરૂ કર્યું

એજન્સી | April 14, 2014, 03:00 PM IST

મુંબઈ :
કૌન બનેગા કરોડપતિ નામ પડતા જ અમિતાભ બચ્ચનનો ચેહરો આંખ આગળ આવે અને કાનમાં જાણે એમનો અવાજ પડઘાય।  યુકેના જાણીતા ગેમ શો "હુ વોન્ટસ ટૂ બી અ મિલીઓનર" પરથી પ્રેરિત આ શો બાળકોથી માંડીને મોટેરાઓ સુધી સૌને પસંદ પડતો હોવાથી અત્યાર સુધીમાં તેની 7 શ્રેણી આવી ચુકી છે, જેમાંથી એકમાં શાહરૂખ ખાન અને બાકીની તમામ શ્રેણીમાં સૌના માનીતા એવા અમિતાભ બચ્ચન હોસ્ટ રહ્યા છે. 
 
કેબીસીની લોકપ્રિયતા એટલી હદે વધી છે કે દરેક શ્રેણી સાથે ઇનામની રકમ અને શોની લોકપ્રિયતા બન્ને વધતા ગયા છે.  એવામાં સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં જ ઓ લોકપ્રિય ગેમ શો ફરીથી શરૂ થશે. અમિતાબ બચ્ચને પોતાના બ્લોગ એસઆરબચ્ચન ડોટ ટંબલર ડોટ કોમ અને ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, સવાર સવારમાં કેબીસની આઠમી આવૃત્તિનો પ્રોમો શૂટ કર્યો.
 
હવે જોવાનું એ રહે છે કે કેબીસી 8 ક્યારથી શરૂ થાય છે અને તેમાં ઈનામની રકમ વધારવામાં આવે છે કે અન્ય કોઈ ફિચર ઉમેરવામાં આવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %