પગાર વધારા અને ખાનગીકરણ ના વિરોધમાં દેશભરની બેન્કોના કર્મચારીઓ આજથી બે દિવસ માટે હડતાલ ઉપર ઉતરી જતા હજારો કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા છે. હડતાળને કારણે દેશભરમાં આજે બેન્કિંગ કામ ઠપ્પ થઇ ગયું હતું.આ હડતાલમાં 27 હજાર જાહેર ક્ષેત્રની બેન્કોના 10 લાખથી વધુ કર્મચારીઓ જોડાયા છે. હડતાલમાં બેન્કના અધિકારીઓ પણ સામેલ થયા છે. આ હડતાળમાં સહકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો જોડાઈ નથી.
પગારની પુનઃ સમીક્ષા માટે યુનાઈટેડ ફોરમ ઓફ યુનિયનના આદેશ અનુસાર દેશભરમાં આજથી બે દિવસ માટે લાખો કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે.વિવિધ માંગણીઓ જેવી કે પગાર વધારાની માંગણી છેલ્લા નવેમ્બર 2012 થી પેન્ડીંગ છે.બેંક કર્મચારીઓ 30 ટકા પગાર વધારો માંગી રહ્યા છે. જયારે એસોસિયેશન દ્વારા 10 ટકા વધારો સ્વીકારવામાં આવ્યો છે. આજે સવારે બેંક કર્મચારીઓએ એકઠા થઈને સરકાર વિરોધી અને મેનેજમેન્ટ વિરોધી સુત્રોચ્ચારો કરી જબરો વિરોધ દર્શાવ્યો હતો.
બેંક હડતાળને લીધે ગુજરાતમાં 25 હજાર કરોડનું ક્લીયરીંગ અટકી ગયું છે. હડતાલને લીધે વેપાર ઉદ્યોગને પણ ખાસી અસર પહોચી છે આજથી શરુ થયેલ બે દિવસની બેંક હડતાળથી સહકારી ક્ષેત્રની બેન્કોને બાકાત રાખવામાં આવી છે. આજની જેમ કાલે પણ બેંક કર્મચારીઓ દ્વારા સજ્જડ બંધ પાડી દેખાવો કરવામાં આવશે તેવું યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે.
JJ/RP
Reader's Feedback: