
ભાજપ છોડી આપમાં જોડાઈ આમ આદમી પાર્ટીમાંથી મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલાં ઉમેદવાર વંદનાબેન પટેલની રૂપિયા લેવા મામલે એક ઓડિયો ક્લિપિંગ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે જેમાં તેમને બે કરોડ રૂપિયાની ઓફર થઈ હોવાનું અને તે સ્વીકારી લીધી હોત તો ઘણા પૈસા ભેગા થવાની વાત કરતાં તે સાંભળવા મળે છે.
વંદના બહેને ઓડિયો ક્લિપિંગ વિશે ખુલાસો કરતાં કહ્યું છે કે આ નવ મહિના જૂની ક્લિપિંગમાં ચોક્કસ અવાજ મારો છે, પણ મેં રૂપિયા લીધા નથી. આ સિવાય તેમણે નામ પાછું ખેંચવા ભાજપે રૂ.પ કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે મહેસાણા લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી વંદના પટેલે 5મી એપ્રિલનો રોજ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે.
MP/RP
Reader's Feedback: