Home» India» India Politics» Assam tea world famous not namo chai gogoi

નમો ચા નહીં આસામની ચા વિશ્વ પ્રસિદ્ધ છેઃ ગોગોઈ

એજન્સી | March 12, 2014, 04:58 PM IST

ગુવાહાટી :
ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નમો ચાને આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઈએ આડે હાથ લીધી હતી.
પત્રકાર પરિષદમાં તરુણ ગોગોઈએ જણાવ્યું હતું કે, મોદી ચા એમ કહેવું વિશ્વ પ્રસિદ્ધ આસામ ચા અને આસામનું અપમાન છે.  તે આસામના લોકોનું અપમાન છે. આસામની ચા વિશ્વમાં તેની ફ્લેવર અને વેરાયટી તરીકે જાણીતી છે નહીં કે મોદી ટી.
 
મોદીના ચાય પે ચર્ચા દરમિયાન ફ્રીમાં ચા અપાતી હોવાની ફરિયાદને ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે ગંભીરતાથી લઈને તેને મતદારને રીઝવવાનું કારણ આપીને આપવાનું બંધ કર્યું હતું. 
 
ગોગોઈએ મોદી પર કોમવાદીનો આરોપ લગાવ્યો હતો અને બાબરી મસ્જિદ ધ્વંશ માટે ભાજપ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. ડેમોક્રેસીમાં તેના પર વિશ્વાસ મૂકી શકાય નહીં. તે દ્વેષભાવ ફેલાવી રહ્યા છે તેમ પણ તેણે ઉમેર્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %