પ્રારંભિક તબક્કેથી જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સિક્યુરીટી લેવા તૈયાર નથી. પરંતુ શુક્રવારે હરિયાળા ખાતે દાદરીમાં રોડ શો દરમ્યાન અરવિંદ કેજરીવાલ પર એક અજાણ્યાં શખ્સે અચાનક હુમલો કરી દીધો. જેમાં તેમને ગળાના પાછળના ભાગે અજાણ્યા શખ્સે જોરથી મુક્કો માર્યો હતો. જોકે ત્યાર બાદ સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો.
જોકે કેજરીવાલે આ ઘટના બાદ તુરંત ટ્વિટ કરીને સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને મીડિયા સમક્ષ પણ સમર્થકોએ હુમલાખોરને માર માર્યો તે બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે કોઈ પણ મોટો હુમલો થાયે તો હાથ ન ઉઠવવાની સલાહ પોતાના સમર્થકો અને કાર્યકર્તોઓને આપી હતી.
જોકે આ ઘટના બાદ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે શું આમ આદમી પાર્ટીના સંયોજક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત લેવા માટે રાજી થશે કે નહીં ?
RP
Reader's Feedback: