ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકવાની નેમ લઈને જનલોકપાલ આંદોલન છેડનાર અન્ના હજારે ઈચ્છી રહ્યાં છેકે હવે તેમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને તેથી જ કદાચ તેમણે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહને પત્ર લખીને ભલામણ કરી છેકે ગુડગાંવમાં અન્ના હજારે સમર્થક તેમનું સ્ટેચ્યુ બનાવા માંગે છે. પરંતુ ભાજપના પ્રવક્તા ઉમેશ અગ્રવાલ આ સ્ટેચ્યુને લઈને વિવાદ સર્જી રહ્યાં છે. જેથી આ મામલે ભાજપના અધ્યક્ષ તેમના નેતાને સમજાવે તેની રજૂઆત કરી છે.
જોકે અન્નાએ ચિઠ્ઠીમાં લખ્યું છેકે હું મારું સ્ટેચ્યુ બનાવાનો વિરોધ કરું છું પરંતુ તેમની સાથે કામ કરનારા પીએલ કટારિયા અને હરિયાણા સમર્થકોની ઈચ્છાને અવગણી શકાય તેમ નથી.
RP
Reader's Feedback: