(ફાઈલ ફોટો)
લખનૌ :સામાજિક કાર્યકર્તા અન્ના હજારે કાલથી મહારાષ્ટ્રના અહેમદ નગર જિલ્લા સ્થિત પોતાનું ગામ રાલેગણ સિદ્ધિમાં પોતાના ઘરે ભ્રષ્ટાચારના વિરૂધ્ધ જનલોકપાલ કાનૂન પસાર કરાવવા અને દેશમાં વ્યવસ્થા પરિવર્તન વાસ્તવિક લોકતંત્રની સ્થાપનાને માટે આમરણ ઉપવાસ પર બેસશે. અન્ના કેન્દ્ર સરકાર પર લોકોનું દબાણ બનાવવાને માટે અનશન કરવા જઈ રહ્યા છે.
વિભિન્ન લોકસંગઠનો અને સમાજસેવક સંગઠનના પ્રતિનિધિઓએ રવિવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે અન્ના હજારેના સમર્થનને માટે લખનૌના ઝૂલેલાલ પાર્કમાં પણ અનશન કરવામાં આવશે. આના માટે પ્રશાસનની પરવાનગી મળે તેની રાહ જોવાઈ રહી છે. જો 10 ડિસેમ્બર સુધી પરવાનગી નહી મળે તો તેઓ જીપીઓ સ્થિત પટેલ પ્રતિમા પર અનશન અને ધરણાંનું આયોજન કરવામાં આવશે.
સમાજ સેવાની કાર્ય કરતી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આંદોલન દરમ્યાન વિભિન્ન ગામ-વિસ્તારમાં નાગરિકો સાથે વ્યાપક વિચાર-વિમર્શ કરીને વ્યવસ્થા પરિવર્તનને માટે લોકોનું ઘોષણાપત્ર જાહેર કરીને સમાજના મૂળભૂત મુદ્દા પર આંદોલનને આગળ ધપાવવા માટે યૂપીમાં મતદાર પરિષદ-નાગરિક સમિતિનું નિર્માણ કરવામાં આવશે.
PK
Reader's Feedback: