Home» Crime - Disaster» Natural Calamity» Andhra pradesh gears to face phailin cyclonic storm

આંધ્ર અને ઓરિસ્સાની નજીક ફેલીન વાવાઝોડું

એજન્સી | October 11, 2013, 05:15 PM IST

ભુવનેશ્વર :

કેન્દ્રીય હવામાનની આગાહી અનુસાર પૂર્વી મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાન આવતી કાલ સુધીમાં આંઘ્ર પ્રદેશ અને ઓરિસ્સાના અમુક વિસ્તારોમાં ત્રાકટકવાની શક્યતા છે. હવામાન અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તોફાનમાં બસો કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ચક્રવાતને કારણે દરિયા કિનારાના આંધ્ર અને ઓરિસ્સાના 23 જીલ્લામાં જોખમ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ 1999માં આવેલા વાવાઝોડાએ 15 હજાર વ્યક્તિનો ભોગ લીધો હતો. રાજ્યમાં લશ્કરને સાવચેત કરી દેવામાં આવ્યું છે. શનિવાર સાંજ સુધીમાં ફેલીનના કલિંગાપટ્ટનમ અને પારાદીપના તટને પાર કરવાનાં શક્યતાઓ જોવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુસાર ફેલીન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે જેમાં કલિંગપટ્ટનમ, પારાદીપ થઇને શનિવાર સુધીમાં ગોપાલપુર સુધી પહોંચે તેવી શક્યતા છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %