Home» Business» General» Air india gets 200 million boi loan to buy 3 dreamliners

મહારાજાની ફોજમાં ત્રણ ડ્રીમલાઈનર ઉમેરાશે

એજન્સી | April 15, 2014, 06:17 PM IST

નવી દિલ્હી :
ભારતીય બેંકોએ પ્રથમવાર જ વિમાન ખરીદવા માટે એરલાઈન કંપનીઓને લોન આપવામાં રસ દાખવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા(બીઓઆઈ)એ એર ઈન્ડિયાને ત્રણ ડ્રીમલાઈનર ખરીદવા માટે 20 કરોડ ડોલરની લોન આપી છે. 
 
રાષ્ટ્રીય એરલાઈન આ રકમનો ઉપયોગ બોઈંગ 787 ખરીદવામાં કરશે. જે બાદ આ વિમાનોને લીઝિંદ કંપનીના વેચાણ માટે કે લીઝ પરત લેવા માટે કરાર કરશે.  આ વ્યવસ્થાથી કોઈ પોતાની સંપત્તિ વેચી દે તો તેને બાદમાં લીઝ પર પરત લઈ શકાય છે. તે આ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ માલિક બની શકતો નથી.
 
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ વિમાન ખરીદવા માટે 20 કરોડ ડોલરની લોન આપવામાં આવી છે. આ પહેલા બીઓઆઈ તથા ભારતીય સ્ટેટ બેંકે વિમાન ખરીદવા ભાગીદારીમાં લોન આપી હતી. એરલાઈન દ્વારા પાંચ ડ્રીમલાઈનરો ખરીદવા માટે 50 કરોડ ડોલરની લોન લેવાની યોજના બનાવી છે.
 
આ ઉપરાંત એર ઈન્ડિયાને વિમાન દ્વારા દેશની બાહર લઈ જવામાં આવેલા ઈંધણના ખર્ચ પેટે તેથા અન્ય ખરીદવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તરફથી 28.8 કરોની લોન મળી હતી. એરલાઈનની કુલ આવકમાં 70 ટકા ફાળો ડોલર આધારીત હોય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %