મૉડલ સાથે રેપનાં મામલમાં બૉલીવુડ એક્ટર ઇન્દર કુમારને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. બાંદ્રાની કોર્ટે ઇન્દરને 30 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમિયાન પોલીસ ઇન્દર અને પીડિત મૉડલની પૂછતાછ કરશે.
ઇન્દર કુમારે કહ્યુ કે તેઓ તેમની પત્ની સાથે 24 એપ્રિલે વર્સોવા પોલીસ સ્ટેશન ગયા હતા, કેમ કે તેમની પત્નીએ તેના અને પીડિત મૉડલ વચ્ચે એક્સ્ટ્રા મૈરિટલ અફેયરની ફરિયાદ કરી હતી. ઇન્દરે કહ્યુ કે તેના પછીના જ દિવસે 25 એપ્રિલે મૉડલે તેમના પર રેપનો આરોપ લગાવ્યો. જે ષડયંત્ર છે.
ઇન્દર કુમાર વિરુધ્ધ આઇપીસીની કલમ 376 અને 506 મુજબ કેસ કરવામાં આવ્યો છે. જ્યારે પીડિત મૉડલની મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ થઇ છે.
DP
Reader's Feedback: